________________
મુનિજીવનની બાળપોથી-૩
૩૩
પર્યાયસ્થવિર – ૨૦ કે તેથી વધુ વર્ષના
પર્યાયવાળા. વયસ્થવિર – ૭૦ કે તેથી વધુ વર્ષની
ઉમરવાળા. ૭. સમજ્ઞ : એક જ સમાચારીનું સમ્યગુ આચરણ કરનારા અન્ય ગણના સાધુ.
૮. સંઘ : સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા – એ ચારનો સમુદાય.
૯કુળ : એક જ સમાચારીવાળા ઘણુ ગ છોને સમૂહ દા. ત., ચાન્દ્રકુળ.
૧૦. ગણું : એક આચાર્યને નિશ્રાવતી સાધુસમુદાય. અર્થાત્ અનેક કુળને સમુદાય. દા. ત., કૌટિક ગણ.
આ દશેયની અન્ન-પાણી–ઔષધ-વસતિ આદિ આપવા દ્વારા સેવા કરવી તે ૧૦ પ્રકારની વૈયાવૃત્ય કહેવાય.
(૫) ૯ પ્રકારે બ્રહ્મચર્ય ગુપ્તિ ઃ ગુપ્તિ એટલે રક્ષાના ઉપાય. તે ૯ છે.
૧. વસહિઃ સ્ત્રી પશુપંડક(નવું) વિનાના સ્થાને (વસતિમાં) રહેવું.
૨. કથાત્યાગ : કેવળ સ્ત્રીઓને, એકલા સાધુએ ધર્મકથાદિ ન કરવા. તેમનાં રૂપાદિની વાત ન કરવી.