________________
મુનિજીવનની બાળપોથી-૩ કરે છે. આપ પાટણ પધારો તે અમને ખૂબ આનંદ થાય.”
કેઈ અસાધારણ કામ હોવાની કલ્પના કરીને ગુરુદેવે પાટણ પધારવાની સંમતિ આપી.
તેઓ એકાએક આવી ગયા. અને હેમચંદ્રસૂરિજી મહારાજાને પૂછયું કે, “તને વળી મારું શું કામ પડ્યું ? તું જ હવે ક્યાં છે સમર્થ છે?” આ વખતે ગૂજશ્વર પણ ત્યાં જ બેઠા હતા. ' સૂરિજીએ ગૂર્જરેશ્વરની જૈનધર્મને વિશાળ ફેલાવો કરવાની ભાવના જણાવી.
આ સાંભળતાં જ ગુરુદેવ ઉદાસ થઈ ગયા. ગૂર્જરેશ્વરને વિદાય આપીને તેમણે પોતાના શિષ્યને કહ્યું, “તમે બનેએ આ કેટલે અનુચિત વિચાર કર્યો ? જો ધનથી જ ધર્મ ફેલાવી શકાતો હોત તે પરમાત્મા મહાવીરદેવ પાસે દેવેન્દ્રો હાજરાહજૂર હતા. તે પરમકૃપાળુએ જ તેમના દ્વારા આ કામ કેમ ન કરાવ્યું? જે ધર્મ ધનથી થાય તેમાં ધનનું જ મહત્ત્વ વધે; ધર્મનું કદાપિ નહિ.
આ વિચાર પણ અરિહંત-દેવની આશાતના રૂપ બની જાય. માટે ઝટ તેનું પ્રાયશ્ચિત કરી લેવું.”
ગુરુદેવની આ વાતથી સૂરિજીની આંખ ખૂલી ગઈ. તેમના જેવાથી આવી ભૂલ થઈ ગઈ તે બદલ તેમની આંખે આંસુ આવી ગયાં. ગુરુદેવનાં ચરણોમાં પડીને તેમણે ખૂબ પશ્ચાત્તાપ કર્યો.