________________
૨૨
મુનિજીવનની બાળપોથી–૧
સાથે જ તે બાળકના પગ એકબીજા ઉપર ચડેલા હતા; જેવા પૂર્વભવમાં પટ્ટાની સહાયથી ચડાવાતા હતા. આથી તે બાળક માટે-કાયમ એક માણસ રાખવામાં આવ્યા હતા, જે તેને ઊંચકીને ફરે અથવા ગાડીમાં બેસાડીને ફેરવે.
વિશિષ્ટ જ્ઞાન પામીને સુવિનીત શિષ્યોએ પિતાના ગુરુના આત્માની આ દુર્દશા જાણી ત્યારે તેઓ ભારે જહેમતથી તે દેશમાં પહોંચ્યા અને ઘણી યુક્તિ કરીને તે આત્માને પ્રતિબોધ કર્યો. તે વખતે તે રાજકુમારે પૂછયું કે, “તમે મને પુનઃ દીક્ષા લેવાનું કહો છે પણ મારા પગે તરફ તે જુઓ. મારાથી ચાલી શકાય તેમ નથી તે વિહાર, ભિક્ષાટન વગેરે હું શી રીતે કરીશ?”
પૂર્વભવના શિષ્ય મુનિઓએ તે યુવાન રાજકુમારને કહ્યું, “તમે જરાય ચિન્તા કરશે નહિ. અમે જીવનભર તમારી સેવા કરીશું. તમને ઊંચકીને વિહાર કરાવશું. તમે પૂર્વભવમાં અમારા ગુરુ હતા તે વખતના અસીમ ઉપકારને બદલે વાળવાની અમને આ તક મળી છે.”
અને... ખરેખર રાજકુમારે દીક્ષા લીધી, આત્મકલ્યાણ કર્યું. (૪) શાસન રક્ષાથે જંગ
- જ્યારે જ્યારે ધર્મ ઉપર ભય પેદા થવાના પ્રસંગે ઉપસ્થિત થયા છે ત્યારે ત્યારે તેને નિવારવા માટે યુદ્ધ પણ લડવાં પડ્યાં છે અને અન્ય સખત ઉપાય પણ લેવા પડયા છે.