________________
મુનિજીવનની બાળપોથી-૩
દેવું જોઈએ. શરદીને લગતા તાવ આવતું હોય તે ત્રણ ઉપવાસ કરી જ નાખવાં જોઈએ. બાકીના તાવ આવ્યા હોય તે લાંઘણુ. અને મહાસુદર્શનનો ઉકાળો લે જોઈએ. આવા અનેક નાના-નાના નિયમ હોય છે. ગુરુની પાસે આવી જાણકારી હોય તે પણ. દરેક શિષ્યએ તેની જાણકારી મેળવવી જ જોઈએ કેમકે ગુરુ પણ સદા સાથે હોતા નથી.
જે આહારમાં શુદ્ધિ હશે તે જ આપણું સત્વ શુદ્ધ રહેશે. કહ્યું છે કે જે લેકે પિતાને હિતકર શું છે તે જાણી ને હિતકર જ વાપરે છે, તે પણ પરિમિત વાપરે છે અને અવારનવાર ઉપવાસ કે લાંઘણ કરે છે તેઓને કદી પણ વૈદ્યો ને શોધવા જવું પડતું નથી. તેઓ સદા પોતાના આત્માનું શોધન કરતાં રહે છે. નિત્ય ખાવું સારું નથી તેથી જ એકાસણું કે આયંબીલ કરવું સારું છે પરંતુ એક વાત સમજી લેવી કે એકાસણું કે આયંબીલમાં પૂરતી ઉણાદરી નહિ રખાય તે આરોગ્ય બગડવાની પૂરી શક્યતા છે. એની સાથે ઉપવાસ પણ પારણાથી બગાડી નખાય તો તેનો લાભ થતો નથી. આ સ્થિતિ દરેક સાધુઓએ, સાધ્વીજીઓએ સમજી લેવી જોઈએ. ખાતાં શીખીશું તે જ સંયમ જીવન જીવી શકીશું. નહિ તે ખાવાથી બગડેલી તબિયત દ્વારા સંયમનું આરાધન મુશ્કેલ બની જશે. પછી નિત્ય દવાઓ, ઉકાળાઓ, અનુપાન, સહુની સેવાઓ – બધાંય સેવા કરશે પણ...આપણે બગડેલા આરોગ્યથી પરવશ