________________
પાઠ : ૨
ખાતાં શીખીને સંયમ જીવતાં શીખ ઘણા ઉલ્લાસે મુનિજીવન પામનારા કેટલીકવાર એવી પરિસ્થિતિમાં જોવા મળે છે કે જાણે તેમનું સંયમજીવન બદ ઝડપથી કરમાઈ જતું હોય ! આના અનેક કારણે હોઈ શકે છે. તેમાં એક કારણ. અંધાધૂંધ બનેલું આરોગ્ય પણ હોઈ શકે છે. આહાર અને નિહારના નિયમનું અજ્ઞાન આરોગ્યને બગાડી નાખવામાં મોટો ભાગ ભજવતું હોય છે. આ વિષયનું જ્ઞાન તે તે સમુદાયના વડીલેને હોવું જ જોઈએ પણ કેટલીકવાર તે એવું બને છે. કે વડીલેને આહાર-નિહારના નિયમોને ખ્યાલ હોતો નથી, તેથી તેમના શિષ્યના આરોગ્ય – વધુ પડતું ખાવાથી, જેવું તેવું ખાવાથી, જે તે સલાહ સ્વીકારી. લેવાથી કથળીને માત્ર બે-ચાર વર્ષમાં ખલાસ થઈ જાય છે. એકવાર આરોગ્ય કથળે છે એટલે જલ્દી પાછું ઠેકાણે આવતું નથી. આવી વર્તમાન કાલીન જીવનમાં ખાવાપીવાની અનિયમિતતા, ભક્તોની અતિભક્તિ અને બગડેલા ખેરાકે, ડાલડા વનસ્પતિ ઘી, બગડેલાં દુધ, ભેળસેળવાળી સાકર વગેરે કારણોસર આરોગ્ય આમેય જદી બગડવાનું હોય છે, તેવી સ્થિતિમાં આરોગ્યના નિયમનું અજ્ઞાન અત્યંત ઘાતક બને છે.