________________
મુનિજીવનની બાળપોથી-૩
૨૩ (૧) કાલકસૂરિજી મહારાજા સાધ્વી સરસ્વતીજીનું અપહરણ કરી ચૂકેલા કામાંધ રાજા ગર્દભિલને સખત બોધપાઠ આપવા માટે શકરાજને યુદ્ધ કરવા માટે લઈ આવ્યા હતા. તેના માર્ગદર્શક સૂરિજી પોતે બન્યા હતા. ગઈભિલને સખત હાર આપીને તેને જીવતે રાખીને જંગલમાં રવાના કરાવી દીધું હતું. સાધ્વીજીએ આયંબિલ તપ વગેરેથી શીલરક્ષા અણિશુદ્ધ રીતે કરી હતી.
(૨) મગધપતિ શ્રેણિકે પિતાની મિથ્યાત્વ-દશામાં, જન સાધુઓ દુરાચારી છે એવું સાબિત કરી આપીને ચુસ્ત જૈન પટ્ટરાણું ચેલણાને જનધર્મથી વિમુખ કરી દેવા માટે છટકું કર્યું હતું. જેમાં મહાદેવજીના મંદિરમાં કારણવશાત વિહારમાં એકાકી સંથારો કરતા જન સાધુ પાસે વેશ્યાને મોકલી આપવામાં આવી હતી અને મંદિરનાં દ્વાર બંધ કરી દેવાયાં હતાં. | મુનિ નિર્વિકારી હોવાથી વેશ્યા પતન તે ન કરી શકી, પણ તેણે છટકુ ગોઠવાયાની સઘળી વાત કરી. સવારે રાજા વગેરે સેંકડો માણસની સામે, મંદિર ખૂલતાં; વેશ્યાની સાથે જિન સાધુ નીકળે તે ધમહીલના કેટલી જોરદાર થાય ? આ વિચારે તે મુનિએ લંગોટી જેટલું પહેરીને બાકીનાં તમામ વચ્ચે અને આ મંદિરના દીવાની મદદથી બાળી નાખ્યાં. તેની રાખ શરીર ઉપર ચેળી. મંદિરમાં પડેલ ચીપિયે લીધે. જેવાં દ્વાર ઉઘડ્યાં કે મુનિ “અલખ નિરંજન” બોલતાં બાવાના સ્વરૂપમાં બહાર નીકળ્યા.