________________
૨૧
મુનિજીવનની બાળપોથી-૩
ગૂર્જરેશ્વરને પણ શાસ્ત્રદષ્ટિ સમજાવીને એ વિચારથી પાછા ફેરવ્યા. (૨) હીરસૂરિજી મહારાજા અને ઔષધયાગ.
જૈનાચાર્ય હીરસૂરિજી મહારાજનું છેલ્લું ચાતુર્માસ ઊના (ગુજરાત)માં થયું હતું. છેલ્લા દિવસમાં તેમણે ઔષધિઓનો પણ ત્યાગ કર્યો. જ્યારે સંઘના શ્રાવકેની ઔષધ લેવાની વિનંતિને તેમણે માન્ય ન કરી ત્યારે ઊનાનાં સાતસો કુટુંબમાં જેટલી માતાઓના બાળક ધાવણ હતાં તે તમામ બાળકને ધવડાવવાનું બંધ કરી દેવાનું જાહેર કર્યું.
આથી ન છૂટકે કરુણાસાગર સૂરિજીને ઔષધ લેવું પડ્યું. (૩) સુમંગલ આચાર્ય અને મમત્વ.
ઢીંચણની કઈ તકલીફના કારણે સુમંગલ નામના આચાર્યે ગૃહસ્થ પાસેથી કામચલાઉ એક પટ્ટો લીધું હતું. જેને તેઓ બે પગની ફેર બાંધીને બેસતા એટલે ઢીંચણમાં દુખાવો ન થતો. પણ અફસોસ ! આ પટ્ટામાં તેમને મેહ થઈ ગયો. સુવિનીત શિષ્યની વારંવારની – પટ્ટો ગૃહસ્થને પાછી સોંપવાની – વિનંતી તેમણે કયારેય ન વીકારી. ઉપરથી વધુ ને વધુ અકળાવા લાગ્યા. હાય ! તેને જ કારણે તે મહાન આચાર્ય કાળધર્મ (મૃત્યુ) પામીને અનાર્ય દેશમાં રાજકુમાર તરીકે જન્મ પામ્યા. જન્મતાંની