________________
૨૪
મુનિજીવનની બાળપોથી-૩
ચેલણને લઈને શ્રેણિક ત્યાં આવી ગયા હતા. બીજા અનેક લોકોને આમંત્રણ અપાયું હતું. એ બધા ય આ દશ્ય જોઈને અચંબે પામી ગયા. જૈનધર્મની હીલનાની ભયંકર હોનારત અટકી ગઈ.
મુનિએ કમાલ કરી નાખી !
(૩) સૂરાચાર્યને મારી નાખવા તત્પર બનેલા ભેજથી તેમની રક્ષા કરવા માટે કવિ ધનપાળે સૂરાચાર્યને બાહ્યથી ગૃહસ્થના વેષમાં ધારાનગરીમાંથી નસાડયા હતા.
(૪) ધર્મપ્રભાવના માટે વાસ્વામીજી વિમાનમાં પુરપ લાવ્યા હતા. રાજા સહિત આખી પુરી–નગરીને બૌદ્ધમાંથી જૈન બનાવી હતી.
(૫) મુનિ વિષ્ણકુમારને જૈનધર્મી નમુચિને પગ નીચે દબાવીને સખત સજા કરવી પડી હતી. માફી માંગતા તેને છોડી દીધું હતું. આ માટે વિષ્ણુકુમારજીને ફોધ લાવવા માટે ખૂબ પ્રયત્ન કરવો પડ્યો હતે.
(૬) પાદલિપ્તસૂરિજી મહારાજાને પિતાની જીવતે જીવ-રમશાનયાત્રા કાઢવાનું નાટક કરવું પડ્યું હતું. જેમાં તેમને પૂરી સફળતા મળતાં શાસનહીલના અટકી ગઈ હતી.
(૭) કટકેશ્વરીએ ગૂર્જરેશ્વર કુમારપાળમાં પેદા કરેલા કઢથી સંભવિત ધર્મનિંદા દૂર કરવા માટે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજાને કોઢ નિવારવા માટે પ્રયત્ન કરે પડ્યો હતે. બીજા પણ પ્રસંગોમાં સૂરિજીએ ધર્મરક્ષાર્થે કેટલાક કાર્યો કર્યા હતાં.