________________
મુનિજીવનની બાળપોથી-૩ આચાર્યની વૈયાવચ્ચ સ્વીકારે ત્યારે કાળથી અમુક કાળ માટે સ્વીકારે અથવા યાવસજીવ સુધી તે આચાર્યની વૈિયાવચ્ચ કરનારે થાય. એ જ રીતે કોઈ તપસ્વી અઠ્ઠમાદિ તપ માટે ઉપસમ્મદા સ્વીકારે તે પણ અમુક કાળ માટે કે યાજજીવ માટે સ્વીકારે.
દર્શનાદિ ૩ ય પ્રકારની ઉપસભ્યદાનો વિધિ પંચવસ્તુ, આવશ્યક નિર્યુક્તિ, ધર્મસંગ્રહાદિ ગ્રન્થથી જોઈ
લેવા.
ઐતિહાસિક કથાઓ : [૧] ધન કરતાં ધર્મનું મહત્ત્વ વધારે.
એક વાર ગૂર્જરેશ્વર કુમારપાળને વિચાર આવ્યું કે, “જે પુષ્કળ ધનની સગવડ થાય તે પુષ્કળ લોકોને ધન આપીને જૈનધમી બનાવી શકાય.”
આ વિચાર તેમણે હેમચંદ્રસૂરિજી મહારાજા પાસે મૂક્યો. તેમણે ય તે વાતમાં સંમતિ દર્શાવીને કહ્યું કે,
આપણા ગુરુદેવ દેવચંદ્રસૂરિજી મહારાજા પાસે સુવર્ણ સિદ્ધિના પ્રયોગને પાઠ છે. તે મેળવી લેવાય તે આ ભાવના પૂરી થાય. તે માટે ગુરુદેવને અહીં આમંત્રણ આપીને બેલાવવા જોઈએ. હાલ તેઓ ગામડાઓમાં વિચરે છે.
કુમારપાળ ગુરુદેવ પાસે પહોંચી ગયા. તેમણે માત્ર એટલી જ વાત કરી કે, “આપના શિષ્ય આપને યાદ