________________
મુનિજીવનની બાળથી–૩
૧૭
ઉપપદા સ્વીકારનારની એ વ્યવસ્થા છે કે સ્વગુરુની પાસે સૂત્ર-અર્થતદુભય ગ્રહણ કરી લીધા પછી વિશેષ અધ્યયન માટે અન્ય સમર્થ પ્રાજ્ઞ આચાર્યની પાસે જવાની આજ્ઞા મળે પછી જ તે શિષ્ય તે આચાર્ય ની જ્ઞાન-દર્શન ઉપસસ્પદ સ્વીકારી શકે
તેમાં ય જે શિષ્યના જવાથી સ્વગુરુ પાસે રહેનાર સાધુ પરિવાર અપરિણત હોય કે ગુરુ પાસે અન્ય સાધુપરિવાર ન હોય તો, શિષ્ય ઉપસભ્યદાની અનુજ્ઞા માગવી જોઈએ નહિ. છતાં કઈ શિષ્ય અનુજ્ઞા લઈને જાય તે પણ બીજા આચાર્ય તેને સ્વીકારી શકે નહિ.
વળી ગુરુએ જે આચાર્યની પાસે જવાની આજ્ઞા કરી હોય તે આચાર્યની પાસે ઉપસર્પદ સ્વીકારતી વેળાએ તે આચાર્યો આગન્તુકની અને આગન્તુકે આચાર્યની પરીક્ષા કરવી જોઈએ.
જેમકે આગન્તુક સાધુ ત્યાંના સાધુઓ ઉન્માર્ગમાં પ્રવૃત્તિ કરતા હોય તે તેમને સન્માર્ગમાં પ્રેરે, તે વખતે તેઓ ‘મિ. દુક્કડં” આપે અને પુનઃ ભૂલ કરે, પુનઃ સમજાવે, અને ન માને અથવા ત્રણથી વધુ વાર થતાં ગુરુને કહે. જે ગુરુ તેમના શિષ્યનો પક્ષ લે તે તે ગુરુ (આચાર્ય) પણ શિથિલ (શીતલ) છે એમ માનીને આગન્તુક સાધુ ત્યાં ન રહે અને જે ગુરુ શિષ્યનો પક્ષ ન લઈને તેમને સમજાવવા યત્ન કરે તે આગન્તુક ત્યાં રહે. આ રીતે