________________
૧૫
મુનિજીવનની બાળપોથી-૩
(૧) સાધુ ઉપસર્પદા અને (૨) ગૃહસ્થ ઉપસર્પદા. સાધુઉપસર્પદા-૩ પ્રકારે. જ્ઞાન-દર્શન–ચારિત્રથી....અર્થાત્
જ્ઞાનવિષયક-દર્શનવિષયક અને ચારિત્ર વિષયક એમ ૩ પ્રકારની સાધુ ઉપસભ્યદા છે. તેમાં પણ જ્ઞાન અને દર્શનની પ્રત્યેક ઉપસમ્મદા ૩-૩ પ્રકારે છે. જ્યારે ચારિત્ર -ઉપસર્પદા ૨ પ્રકારે છે.
જ્ઞાને પસભ્યદા-સૂત્ર-અર્થ અને સૂત્રાર્થ ઉભયની...
આ પ્રત્યેક વર્તાના-સન્ધના અને ગ્રહણ એમ ૩-૩ પ્રકારે હોવાથી જ્ઞાને પસસ્પદાના ૯ પ્રકાર થાય છે.
પૂર્વે ભણેલા અસ્થિર સૂત્રનું, અર્થનું કે તદુભયનું ગુણન(પાઠ) કરવો તે વર્તના.
પૂર્વે ભણેલા સૂત્રના અર્થના કે તદુભયના જે જે અંશનું વિસ્મરણ થયું હોય તેને પુનઃ યાદ કરીને જેડી દેવું તે સન્થના.
અને પહેલી જ વાર સૂત્ર અર્થ કે તદુભયનો પાઠ લે તે ગ્રહણ કહેવાય. | દર્શનપસમ્મદા – અહીં પણ ઉપરોક્ત રીતે ૯ પ્રકાર પડે છે. ફેર એટલે જ કે અહીં દર્શન પદથી વીતરાગસર્વજ્ઞના શાસનની પ્રભાવના કરે તેવા સન્મતિ–તર્ક વગેરે શારો લેવા. તેના સૂત્ર–અર્થ—તદુભયથી વર્તના–સન્ધના અને ગ્રહણ લેવા.