________________
૧૪
મુનિજીવનની બાળપોથી-૩
પણ અનેક લાભ થાય છે. જેમાંના કેટલાક પૂર્વે જણાવાઈ ગયા છે.
૮. છન્દના : આ સામાચારી પિતાના લાવેલા આહારાદિ અન્ય સાધુને આપવા માટે છે. તે સર્વ સાધુએને કરવાની નથી, પરંતુ લાભાન્તરાય કર્મના ક્ષયે પશમાદિથી લબ્ધિધારી બનેલા કે નિકૃષ્ટ તપ કરવાને લીધે માંડલીથી ભિન્ન રહીને ભજન કરનારાને આ છન્દના કરવાની હોય છે. આ છન્દના પણ ગુરુસંમતિ મેળવીને જ અન્ય–સાધુઓને કરવી જોઈએ.
૯. નિમન્ત્રણ: આ સામાચારી સ્વાધ્યાય રક્ત એવા વૈયાવચ કરવાની ભાવનાવાળા મુનિને માટે છે.
પ્ર. સ્વાધ્યાયમાં રક્તને વૈયાવચ્ચ કરવાની ભાવના કેમ કહો છો?
ઉ. સ્વાધ્યાયથી જે આત્મા જિનવચનને ભાવિત કરે છે તેને મેક્ષના સર્વગો સાધવાની તાલાવેલી લાગે છે. તપશ્ચર્યાદિ અન્ય યોગે બીજા મુનિઓમાં જઈને તેમની વૈયાવચ્ચ કરવા માટે તે અવશ્ય તલપે છે. તે આત્મા કેરા સ્વાધ્યાયથી બેચેન હોય છે. તેને અન્ય સર્વમુક્તિયોગો સાધવાની તાલાવેલી અખંડ રહ્યા કરે છે. આથી જ અપ્રમત એવા તે સ્વાધ્યાય રક્ત મુનિ જ વસ્તુતઃ વૈયાવચ્ચે કરવાની તીવ્ર ભાવનાને ભાવનાને લીધે આ નિમન્ત્રણે સામાચારીના અધિકારી છે.
૧૦. ઉપસ૫દા ઃ બે પ્રકારે.