________________
મુનિજીવનની બાળપોથી-૩
૧૩.
ઉ. હા. ઉપાશ્રયમાં કે મંદિરમાં પેસતાં શ્રાવકે સર્વ સાવદ્ય કાર્યને નિષેધ કરવા રૂપ નિસાહિ કહેવી જોઈએ અને અવશ્ય કરાયરૂપ જિન-પૂજા, ગુરુ-વંદનાદિ ધર્મકાર્ય માટે ઘરમાંથી બહાર નીકળતાં “આવર્સીહિ' કહેવી જોઈએ.
પરંતુ સાધુની માફક જિનમંદિર કે ઉપાશ્રયમાંથી બહાર નીકળતાં “આવસહિ” કહી શકે નહિ કેમકે મંદિર -ઉપાશ્રયમાંથી બહાર નીકળતા શ્રાવક બહુધા આરંભાદિનાં કાર્યો માટે બજારે-ઘરે વગેરે સ્થાને જાય તે તે “અવશ્ય કરણ” ધર્મકાર્ય નથી.
૬. આપૃચ્છા : પિતાના જ્ઞાનાદિ ગુણને હિતકારી એવું કાર્ય કરવા માટે જ ગુરુને પૂછવું જોઈએ. તે પણ વિનયભાવપૂર્વક પૂછવું જોઈએ. આ પ્રમાણે પૂછીને કાર્ય કરવાથી જ્ઞાની ગુરુ કાર્યનું હિતાહિત સમજાવે. તેમને યોગ્ય લાગે તે તે કાર્યમાં અહિત જણાવતાં પાછા ફેરવે અને હિત જણાતાં ઉત્સાહ આપે.
ગુરુને પૂછીને કાર્ય કરનાર ગુરુની આશિષનું એવું અબાધ્ય બળ મેળવે છે, જેના પરિણામે કાર્યમાં આવતા સઘળાં વિદ્ગો ભેદાઈ જાય છે અથવા નિર્બળ થઈ જાય છે.
સિંહગુફાવાસી મુનિની વેશ્યાને ત્યાં ચાતુર્માસ કરવાની આપૃછા અવજ્ઞા પૂર્વકની હતી માટે જ તેઓ નિષ્ફળ ગયા હતા.
| ૭. પ્રતિપૃચ્છા : કાર્ય કરતી વખતે ફરી પૂછવાથી