________________
-તેનામાં ફોધ ઘણા હોય છે, કાધને લઈ કે જીવનું ખૂન કરતાં તેને જરાપણ દયા આવતી નથી, સામાના પ્રાણ જાય છતાં તે પિતાની નિર્દયતા છોડતો નથી, તેની આગળ ગમે તેવી આજીજી કરે છતાં તેના નિષ્ફર હદયમાં જરાપણ સારી લાગણી પ્રગટતી નથી. પોતાના સ્વાર્થ સિવાય મોજશેખને ખાતર હાલતાં ચાલતાં સેજ સાજમાં અનેક જીવને તે સંહાર કરે છે. રમત ગમતને ખાતર. નિર્દય રીતે અનેક જેને તે મારે છે. વેર વિરોધને તે એટલાં લંબાવે છે કે છેવટે મરવા પડે તેવણ વેર છોડતો નથી અને કઈ કઈ વખત તે પિતાના વંશના મનુષ્યને મરતે મરતા પણ વેર લેવાની પ્રતિજ્ઞા કરાવતે જાય છે.
આ મિથ્યાત્વવાળા જેમાં અભિમાન પણ એટલું બધું હોય છે કે શુદ્ધ દેવ ગુરૂ કે ધર્મને તે માનતો નથી, નમતો નથી, પિતાની મિથ્યા પ્રતિજ્ઞાઓ પૂર્ણ કરવા બીજા જીના દુઃખની દરકાર કર્યા વિના મહાન મુશ્કેલીઓમાં ઉતારે છે. મિથ્યા માન મેળવવા નિર્દોષ ને દેષવાળા ઠરાવે છે. લાંચ રૂશવતો આપીને પણ મોટા સમુદાયને વિપત્તિમાં - નાંખે છે, પિતાનું ધાર્યું કાર્ય પાર ઉતારવા અનેક જીવને સંહાર કરે છે અને જીવતાં સુધી આ અભિમાનને ત્યાગ કરતું નથી.
આ મિથ્યાત્વવાળે જીવ માયાવી અને કપટી પણ