________________
૧૦
આ દર્શન માંહનીકનો ઉદય તેજ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વના અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિ વેશિક, અનાગિક અને સાંશયિક એમ પાંચ ભેદ પડે છે. ૧. અનાદિ કાળથી આ જીવને સત્ય વસ્તુનું ભાન નથી અને તે ને લીધે જ તે સત્ય વસ્તુના સ્વાનુભવથી વેગળો રહેલો છે આ અનાગિક મિથ્યા પ્રથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એક ઇંદ્રિયવાળાજીમાં તથા વિલેંદ્રિય અને અસંસી પચેંદ્રિયમાં હોય છે, કેમકે તેને તેવી મિથ્યા પ્રવૃત્તિમાં કોઈએ પ્રેરણા કરી નથી એટલે તેમાં તે સ્વાભાવિક છે. જે જીવ કેઈ દિવસ ઉભે થયેલ નથી તેને પડવાની વાત કયાં રહી ? ૨. સત્ય તતવને નહિ જાણનારા ગુરૂએ કઈને કઈ મા પ્રેરણા કરીને આ જીવને ધર્મ સંબંધી મિથ્યા પ્ર. વૃત્તિ કરાવી હોય છે. આ પ્રવૃતિ આત્માના શુદ્ધ સ્વરૂપના માર્ગને સરલ કરી આપવાને બદલે ઉલટે વધારે મુશ્કેલી અને ગુંચવણ ભર્યો કરી આપતી હોવાથી વિપરીત પ્રવૃત્તિ કહેવાય છે. ઉત્તર દિશા તરફ જવાની જરૂર છતાં દક્ષિણ તરફનો માર્ગ તે ગુરૂઓએ બતાવેલે હેવાથી તે જીવનું ઈચ્છિત સ્થાન વિશેષ દુરને દૂર જાય છે, આવી. પ્રવૃત્તિવાળા માર્ગને અભિગ્રહિક મિથ્યાત્વ કહે છે. આ માર્ગમાં આત્મા કે પરમાત્મા પ્રાપ્ત કરે તે ધ્યેય હેતું નથી પણ પાંચ ઈદ્રિયાના વિષ, લક્ષ્મી, માન, અધિકાર, રાજ્યની પ્રાપ્તિ અને દેવાદિની પદવી મેળવવાની મુખ્યતા.