________________
બનીને સમાજ, દેશ અને વિશ્વનો સુંદર ઘટક બની શકે. તેથી તેમના ઉપદેશની ધારા વસ્તુસ્વરૂપની અનેકાન્તરૂપતા તથા વ્યક્તિ સ્વાતન્યની ચરમ પ્રતિષ્ઠા પર આધારિત હતી. તેનું ફળ એ છે કે જૈન દર્શનનો પ્રવાહ મનઃશુદ્ધિ અને વચનશુદ્ધિમૂલક અહિંસક આચારની પૂર્ણતાની પ્રાપ્તિ ભણી વહી રહ્યો છે. તેણે પરમતોમાં દોષ દેખાડીને પણ વસ્તુસ્થિતિના આધારે તેમના સમન્વયનો માર્ગ પણ દેખાડ્યો છે. આ રીતે જૈન દર્શનની વ્યાવહારિક ઉપયોગિતા જીવનને યથાર્થ વસ્તુસ્થિતિના આધારે બુદ્ધિપૂર્વક સંવાદી બનાવવામાં છે, અને કોઈપણ સાચા દાર્શનિકનું આ જ ઉદ્દેશ્ય હોવું પણ જોઈએ.
પ્રસ્તુત ગ્રન્થમાં મેં આ ભાવથી “જૈન દર્શનની મૌલિક દૃષ્ટિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જૈન દર્શનનાં પ્રમાણ, પ્રમેય અને નાની મીમાંસા તથા સ્યાદ્વાદવિચાર આદિ પ્રકરણોમાં અન્ય દર્શનોની સમાલોચના તથા આધુનિક ભૌતિકવાદ અને વિજ્ઞાનની મૂલ ધારાઓનું પણ યથાસંભવ આલોચન-પ્રત્યાલોચન કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં સુધી પરમતોના ખંડનનો પ્રશ્ન છે, મેં તે તે મતોના મૂલ ગ્રન્થોમાંથી તે અવતરણો આપ્યાં છે યા તેમના સ્થળનો નિર્દેશ કર્યો છે કે જેથી સમાલો પૂર્વપક્ષના સંબંધમાં બ્રાન્તિ ન થાય.
આ ગ્રન્થમાં બાર પ્રકરણો છે. તે પ્રકરણોમાં સંક્ષેપરૂપમાં તે ઐતિહાસિક અને તુલનાત્મક વિકાસબીજોને દર્શાવવાની ચેષ્ટા કરવામાં આવી છે જેમનાથી એ સહજ સમજમાં આવી શકે કે તીર્થકરની વાણીનાં બીજ કઈ કઈ પરિસ્થિતિઓમાં કેવી કેવી રીતે અંકુરિત, પલ્લવિત, પુષ્પિત અને સફલ થયાં.
૧. પ્રથમ પ્રકરણ “પૃષ્ઠભૂમિ અને સામાન્ય અવલોકનમાં આ કર્મભૂમિના આદિ તીર્થકર ઋષભદેવથી લઈને અન્તિમ તીર્થંકર મહાવીર સુધી અને તેમનાથી આગળના આચાર્યો સુધી જૈન તત્ત્વની ધારા કેવા રૂપમાં વહી છે, એનો સામાન્ય વિચાર કરવામાં આવ્યો છે. એમાં જૈન દર્શનનું યુગવિભાજન કરીને તે તે યુગોમાં તેનો ક્રમિક વિકાસ દર્શાવવામાં આવ્યો છે.
૨. દ્વિતીય પ્રકરણ “વિષયપ્રવેશ'માં દર્શનનો ઉદ્દભવ, દર્શનનો વાસ્તવિક અર્થ, ભારતીય દર્શનોનું અન્તિમ લક્ષ્ય, જૈન દર્શનના મૂળ મુદ્દા આદિ શીર્ષકોથી આ ગ્રન્થના વિષયપ્રવેશનો ક્રમ ગોઠવાયો છે.
૨૨