Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
ઇતિહાસ-વિજ્ઞાન
૫. અનુમાન-પ્રક્રિયા જ્ઞાપકોના આવા પરીક્ષણ કે વિવેચન પછી અતિહાસિક અનુમાન-પરંપરાઓથી ઇતિહાસ-વસ્તુ નિર્ણત કરે છે. આ અનુમાનની વીથિએ વર્તમાન જ્ઞાપકથી ઘણે દૂર સુધી-કાલમાં તેમજ વિષયમાં–પહોંચી જવાય છે. આ અનુમાન-પ્રક્રિયામાં વચલાં પગલાં ગોઠવવા મીમાંસકે જેને અર્થપત્તિ કહે છે તે પ્રમાણ વિધાયક તથા નિષેધક વિધાન કરવામાં ઘણું પ્રયોજાય છે. જે બે પદાર્થોની સંબદ્ધતા દેખીતી રીતે ઘટતી ન હોય તેને ઘટાવે તેવી બાબતને તક તે આ પ્રમાણનું રહય છે, જેમકે પુષ્ટ દેવદત્ત દિવસે જમતો નથી, તે એ રાત્રિએ જમતો હશે. અટકળો કરવામાં પણ આ જ ભાગે જવાય છે, પરંતુ વૈજ્ઞાનિક સંશોધક પ્રમાણ ફલિત અનુમિતિઓ અને અટકળો વચ્ચેનો તફાવત બરાબર ધ્યાનમાં રાખીને જ એનો સાવધાનીથી ઉપયોગ કરે છે.
ઈતિહાસ-સંશોધનમાં “સમર્થન” અને “સંગતિ” શોધવાં અતિ આવશ્યક છે. જેમ વર્તમાન પર્યાય (phenomenon) એ એના ભૂતકાળના પર્યાયની સાંકળમાં કડીરૂપ છે તેમ કોઈ એક કાલમાં કે યુગમાં પણ વસ્તુપર્યાય-ઘટનાઓ સંકલિત હોય છે. આ સંકલિતતા શોધવામાં “સંગતિ ”ની દષ્ટિ ઘણું ઉપકારક છે; અને તેથી કોઈ એક સાધનથી ફલિત થતી ઘટના કે પદાર્થ બીજાં સાધનોથી પણ ફલિત થાય અથવા એ ફલિતો સાથે સંગત થાય ત્યારે એ ઈતિહાસની અનુમિતિને વધારે સમર્થન મળે છે, એ દઢ થાય છે. ઈતિહાસ-સંશોધનમાં એક સાધનથી અનુમિત થયેલી બીનાનું અપેક્ષિત સમર્થન મેળવવા પ્રયત્ન હમેશાં ઉપકારક થાય છે.
આ વિચારસરણીમાંથી ફલિત થાય છે કે તે તે પ્રદેશનો ઈતિહાસ તે તેનાં ઉપલબ્ધ સાધનોની મર્યાદામાં જ સંભવે, અથાત ગુજરાતને ઈતિહાસ એનાં ઉપલબ્ધ સાધનોની મર્યાદામાં જ આંકી શકાય. એમાં (1) કેટલુંક ચેકસ અનુમાનના નિર્ણયવાળું, (૨) કેટલુંક અથપત્તિથી ઉપપન્ન કરેલું, : (૩) કેટલુંક સંભવિત તક પર આધાર રાખતું અને (૪) અટકળ પર આધાર રાખતું એમ ચાર પ્રકારનું નિરૂપણ થાય. એમાં ત્રીજું અને ચોથું ઈતિહાસ બનવા માટે વધારે સમર્થનની અને તેથી વધારે સંશોધનની અપેક્ષા રાખે.
ઇતિહાસના અન્વેષકને હેત્રી બેર (Henry Berr) અને લુસિએં (Lu-cient) નામના વિદ્વાનોએ પાંચ પગલાંને કાર્યક્રમ આપ્યો છે.9 સૌ પ્રથમ