Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
મૌર્યકાલથી ગુપ્તકાલ
[મ. (ઈ) મુદ્રીય (namismatic); (૪) ચોથા સ્થાને આવે છે સમકાલીન કે લગભગ સમકાલીન ભારતીય સાહિત્ય કે જે ઈતિહાસના વિષયોને નિરૂપતું હેય."
આવાં જ મૂળ સાધને ગુજરાતના ઇતિહાસ માટે પણ છે. (જુઓ પ્ર. ૨.)
૪. જ્ઞાપકેની શોધ
ઇતિહાસ એ વર્તમાન જ્ઞાપકે ઉપરથી ભૂતકાલીન ઘટનાઓનું અનુમાન છે. એથી ઈતિહાસ-સંશોધકનું આ કાર્ય પોતાના વિષયનાં જ્ઞાપકે (documents) શોધવાનું છે. આ કાર્યની વ્યવસ્થિત પદ્ધતિઓ પણ વિચારાઈ છે. જર્મન સંશધકોએ આ કાર્યપદ્ધતિને “હરિસ્ટિક” (Heuristik) નામ આપ્યું છે, જેને અર્થ થાય છે “શોધ-પદ્ધતિ” અથવા જ્ઞાપકોને “ધવાની કળા.' આ પદ્ધતિની કળામાં અનેક પગલાં હોય છે; જેવાં કે
૧. સાધન ક્યારે ઉત્પન્ન થયું, લિખિત હોય તો ક્યારે લખાયું, એને નિર્ણય;
અર્થાત્ સાધનને સમયનિર્ણય. ૨. એ ક્યાં ઉત્પન્ન થયું કે લખાયું એને નિર્ણ; અર્થાત સાધનને સ્થાન
નિર્ણય.
૩. એને ઉત્પન્ન કરનાર કે લખનાર કેણ એને નિર્ણય; અર્થાત કર્તા-નિર્ણય. ૪. ક્યા પૂર્વવતી સાધનમાંથી એ ઉત્પન્ન થયું છે એની શોધ; અર્થાત એનું
પૃથકકરણ. ૫. કયા મૂળરૂપમાં એ ઉત્પન્ન કરાયું, અર્થાત એ સાધન અત્યારે મૂળ રૂપમાં
છે કે એમાં ફેરફાર થયા છે, એ નકકી કરવું; અર્થાત એના અસલ કે
પરિવૃત્ત સ્વરૂપને નિર્ણય. ક. અમુક સાધનમાં નિરૂપાયેલી બાબતોનું પુરાવા તરીકે કેટલું મૂલ્ય ગણાય
એને નિર્ણય; અર્થાત એની પ્રમાણિતાને વિશ્વસનીયતાનો નિર્ણય.
આ છ ક્રમમાં ઇતિહાસીય વિવેચન સમાઈ જાય છે. બર્નહાઈમ (Bernheim) નામને જર્મન સંશોધક પહેલાં પાંચ પગલાંને બહિરંગ પરીક્ષણ (external criticism) કહે છે અને છઠ્ઠા પગલાને અંતરંગ પરીક્ષણ (internal criticism) કહે છે. એને આ સંકેત માન્ય થયો છે