Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧
]
ઈતિહાસ-વિજ્ઞાન લિપિ સંકેતો વિકસે નહિ અને એ લિપિસકતમાં એ બદ્ધ થાય નહિ ત્યાં સુધી એ ઇતિહાસનું સાધન થાય નહિ; પરંતુ ઘણું પ્રાચીન કાલથી ખાસ કરી ભારતમાં–વાલ્મય સાહિત્ય મુખપાઠની પરંપરાથી પણ સચવાયું છે. કદાદિ શ્રુતિસાહિત્ય આ રીતે જ લગભગ એના મૂળ સ્વરૂપમાં સચવાયું છે, એટલે લિપિબદ્ધ ન હોય છતાં આવી રીતે સચવાયેલું સાહિત્ય પણ ઇતિહાસનું સાધન થઈ શકે છે.
લિપિબદ્ધ વાડ્મય સધનને ઈતિહાસ માટે ઉપયોગ થાય તે પહેલાં તે તે. લિપિને—ખાસ કરીને પ્રાચીન લિપિઓનો ઉકેલ થયો હોવો જોઈએ. આ જરૂરિયાતને લીધે ઈતિહાસ-સંશોધન માટે પ્રાચીનલિપિવિદ્યા (paleography)નું અત્યંત મહત્ત્વ છે. આ વિદ્યાને નિષ્ણાતો તે તે પ્રાચીન લિપિમાં બદ્ધ ભાષાને વ્યક્ત કરે એ પછી જ બીજા ઈતિહાસ સંશોધકે આગળ વધી શકે.
પરંતુ વાલ્મય સાધનને ઈતિહાસ માટે ઉપયોગ કરી શકાય એ માટે એ સાધને જે ભાષાઓમાં હોય તે ભાષાઓનું જ્ઞાન આવશ્યક છે; ઉ. ત. ભારતને પ્રા—મુસ્લિમ ઇતિહાસ જાણવા માટે આર્ય સંસ્કૃત, શિષ્ટ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનું જ્ઞાન. વળી તેઓમાં નિબદ્ધ સાહિત્ય સમજતાં અને એમાંથી ઈતિહાસ માટે ફલિત કાઢતાં આવડવું જોઈએ. પ્રસિદ્ધ જર્મન ઐતિહાસિક મેમસેન ઈતિહાસની તાલીમ માટે પ્રસ્તુત યુગની ભાષાના અભ્યાસને અતિ આવશ્યક ગણે છે. એની સાથે Law ના–આપણી પરિભાષામાં ધર્મશાસ્ત્રના– અભ્યાસને પણ મહત્ત્વ આપે છે.*
આ પ્રમાણે વાલ્મય અને ઇતર ભૌતિક સાધનને ઉપયોગ થઈ શકે તે પહેલાં પુરાવસ્તુવિદ્યા (archaeology), પ્રાચીનલિપિવિદ્યા અને વાડ્મય સાહિત્યનું જ્ઞાન આવશ્યક બને છે. આમાંથી જ કાલગણનાનું જ્ઞાન અને સ્થળ-માહિતી મળે છે. અર્થાત ઈતિહાસનાં જ્ઞાપકે (documents) પુરાવસ્તુવિદ્યા, પ્રાચીનલિપિવિદ્યા અને વાલ્મય સાહિત્ય પૂરાં પાડે છે.
ભારતના પ્રાચીન ઇતિહાસનાં આવાં મૂળ સાધને (sources) વિન્સેન્ટ સ્મિથે ચાર પ્રકારનાં ગણાવે છે: (૧) સૌ પ્રથમ આવે ભારતીય સાહિત્યમાં નોંધાયેલી અનુકૃતિઓ (traditions); (૨) બીજે સ્થાને આવે પરદેશી મુસાફરો અને ઐતિહાસિકાએ ભારતીય વિષયે ઉપર કરેલાં નિરીક્ષણે (observations); (૩) ત્રીજે સ્થાને આવે છે પુરાવસ્તુવિદ્યાના પુરાવા. સ્મિથ આમાં ત્રણ વિભાગ પાડે છેઃ (અ) સ્મારકીય (monumental), (આ) અભિલેખીય (epigraphic),