Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
[
૧ લું]
ઇતિહાસ-વિજ્ઞાન . સ્થલકાલબદ્ધ ઘટનાઓ જ ઈતિહાસને યોગ્ય વિષય બની શકે. તેથી ઈતિહાસવિજ્ઞાનને સૌ પ્રથમ કાલગણના(chronology)ની અને ભૂગોળની વિદ્યાની જરૂર પડે છે. આ જ મહત્ત્વને લઈને આ બે વિદ્યાઓ ઈતિહાસની બે આંખે કહેવાઈ છે.
કાલગણનામાં ખગોળવિદ્યા અને એ ઉપરથી ફલિત તિથિઓ, સપ્તાહ, પક્ષ, માસ, વર્ષો, યુગો, શતકે ઈત્યાદિનું જ્ઞાન આવશ્યક રહે છે, જે માટે પ્રાચીન કાળથી પંચાંગ હયાતીમાં આવ્યાં છે. વર્ષોને અંકિત કરવા “સંવત્સર” કે “સંવત”ના સંકેત ઉપયોગી થઈ પડે છે, જે સંતો પોતે પાછા અમુક મહત્ત્વની ઘટનાના સૂચક હોય છે; પરંતુ પરંપરામાં ઊતરી આવેલાં આ સંવતો, તિથિઓ ઈત્યાદિમાં વૈવિધ્ય એટલું બધું હોય છે અને કાલના ઘસારાને લીધે એવા વિરોધે એમાં દેખાય છે કે એમાં અન્વય લાવવો એ આ વિષયના સંશોધકનો એક મુખ્ય પ્રયત્ન હોય છે. આવી નિશ્ચિત કે કામચલાઉ સંવત અને વર્ષોની સાંકળમાં ઐતિહાસિક ઘટનાઓને ગોઠવવી આવશ્યક છે.
અમુક ઘટના ક્યાં બની એ જાણવું પણ એના માટે આવશ્યક છે, અને એમાં ખંડ, દેશ, પ્રદેશ, નગર, ગામ, નદી, પર્વત, વન–જ્યાં જે ઉપલબ્ધ હોય અથવા જે અનુમિત કરી શકાય તે માટે ભૂગોળવિદ્યાનો ઐતિહાસિકને ઉપયોગ છે. એમાં પ્રાચીન સ્થળના કયાં વર્તમાન સ્થળનામને સૂચવે છે એ અન્વેષણ બહુ મહત્ત્વનું છે. ઉપરાંત અમુક પ્રદેશોની રચના, આબોહવા, વનસ્પતિ, પ્રાણીઓ ઇત્યાદિનું જ્ઞાન માનવ-ઘટનાઓને વળાંક આપનાર તરીકે આવશ્યક છે. એનાથી આગળ જઈને ભૂસ્તરીય પરિવર્તનનું જ્ઞાન પાષાણયુગ અને એ પહેલાંના હિમયુગના ઈતિહાસ માટે જરૂરનું છે. ઉપરાંત પુરાણોમાં વર્ણવેલાં સ્થાનેને સમજવા એ પણ જરૂરનું છે; ઉ. ત. દ્વારકા. વળી ઈતિહાસકાલમાં સમુદ્રમાં જવાનાં બારાં પુરાઈ જતાં તે તે સ્થળના સ્વરૂપમાં થયેલાં રૂપાંતર; ઉ. ત. વલભી, મહીનગર ઇત્યાદિમાં. નદીઓનાં વહેણે તો માનવના આયુષકાળમાં પણ બદલાઈ જાય છે.
માનવકૃત લાગે તેવી વસ્તુઓના અવશેષોને અભ્યાસ ઈતિહાસનાં અનુમાન માટે વિશ્વસનીય સામગ્રી પૂરી પાડે છે. આવા અવશેષોને વિવિધ રીતે શોધી પ્રકાશમાં લાવતી અને વિવિધ ભૌતિક શાસ્ત્રોની મદદથી તેઓનાં સ્વરૂપ અને સમય જાણવા પ્રયત્ન કરતી અને માનવ-જરૂરિયાતોના મને વિજ્ઞાનની દષ્ટિએ તેઓનાં અર્થઘટન કરતી પુરાવસ્તુવિદ્યા (archaeology) એ ઇતિહાસની આધારભૂત ભૂમિકા કે ભિત્તિ બને છે. આમાં ચીજો, ઓજારો, હથિયારે,