Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્રછે. ભૌતિક વિજ્ઞાનમાં પણ દરેકમાં એક જ પદ્ધતિ હોતી નથી. ભૌતિક વિજ્ઞાનની અપેક્ષાએ માનવવિજ્ઞાનને પોતાની પદ્ધતિઓ જુદી વિચારવી પડે છે, એટલું જ નહિ, પણ પિતપોતાના વિષયના સ્વરૂપ પ્રમાણે પણ અલગ અલગ પદ્ધતિઓ પ્રયોજવી પડે છે.
ઈતિહાસ એ વિજ્ઞાન છે, પરંતુ એમાં પ્રવેગને અવકાશ નથી. એ માનવ-- વિજ્ઞાન છે, પણ એને પ્રદેશ ભૂતકાળ છે, એટલે જેઓને વિષય વર્તમાન છેતેવાં માનવ-વિજ્ઞાનથી ઈતિહાસે જુદી પદ્ધતિ અપનાવવાની હોય છે; છતાં. ઇતિહાસનું પહેલું પગલું વર્તમાનમાં જે કાંઈ છે તેનું નિરીક્ષણ કરીને, તેનું પૃથક્કરણ કરીને, તેને ચોક્કસ રીતે જાણીને જ લવાય છે. જેનું ચિહ્ન કે એંધાણ નથી તેને સગડ કાઢી શકાય નહિ. જે ઘટનાઓનાં અવશિષ્ટ ચિહ્નો વર્તમાનમાં હોય તેઓનું જ ઇતિહાસ-વિજ્ઞાન સંભવે. લાંલ્વા (Langlois) અને સેઈનેબે (Seignobos) નામના ફ્રેન્ચ સંશોધન-શાસ્ત્રીઓએ એક સૂઝ ઘડ્યું છે, જેને અંગ્રેજી અનુવાદ “No documents, no history"થી. થયે છે; અર્થાત “જ્ઞાપકે નહિ, તો ઈતિહાસ નહિ'. આ સૂત્ર દરેક ઇતિહાસસંશોધકે સ્મરણમાં રાખવા જેવું છે.
૩. ઈતિહાસનાં જ્ઞાપક સાધન
જે જ્ઞાપકો (જ્ઞાપક સાધનો) ઉપરથી ભૂતકાલીન માનવકૃત ઘટનાઓનું અનુમાન થઈ શકે છે. તેની માહિતી સંશોધકને અને ઈતિહાસના લેખકને આવશ્યક છે. ઈતિહાસને વિષય માનવે ઉપજાવેલી ઘટનાઓ હોવાથી વ્યાપક રીતે એમ કહી શકાય કે જે કાંઈ માનવને સ્પર્શતું હોય તે બધું એના ઈતિહાસનું સાધન બની શકે. માનવને સ્પર્શતા વિષયોની જે વિદ્યાઓ રચાઈ હોય તે બધાને ઐતિહાસિકને ઉપયોગી હોય છે, એટલે એણે સહસ્ત્રાક્ષ થવાની જરૂર પડે છે. એણે માનવના વિવિધ પ્રસંગે ઉપર પ્રકાશ પાડે તે બધાંની ભાળ રાખવી પડે છે, પરંતુ મુખ્યત્વે ઇતિહાસ-સંશોધકોએ જે સાધને ઉપયોગમાં લીધાં હોય તે ઉપરથી એની યાદી કરવામાં આવે છે. આ બધાંયે સાધનો સાધનરૂપે તો. ભૌતિક છે, વાત્મય સાધને પણ; પરંતુ ઇતિહાસનાં સાધના વ્યવહારમાં બે વિભાગ કરી શકાયઃ ભૌતિક સાધને અને વાડ્મય સાધન.
આ સાધન ઉપરથી જે માનવકર્મો અને એમાંથી થયેલી ઘટનાઓ અનુમિત થાય તે કર્મો કે ઘટનાઓ અમુક સ્થળમાં અને અમુક સમયમાં હોય છે. આવા