________________
૧૦ ]
ગુજરાતના ઇતિહાસ પરંતુ ત્યાં આવવાની ખાઈ હિંમત કરતું નથી, - આ રણની સપાટી ઉનાળામાં બિલકુલ સૂકી અને બરફની માફક ચળકતી હોય છે. એની અને સમુદ્રની વચ્ચે કચ્છનો ટાપુ આવેલ છે, જે કંઈક અંશે ઊંચાઈ ઉપર છે. આ રણની સુંવાળી સપાટી ઉપર જ્યારે સીધાં સૂર્યનાં કિરણે પડે છે ત્યારે તેમાં મૃગજળ નજરે પડે છે, જે મુસાફરોને પરેશાન કરી આખરે દીવાના બનાવી. દે છે. સૂર્યના સખત તાપને લઈ કચ્છના રણમાંથી પસાર થવું શક્ય નથી. ફક્ત સૂર્યાસ્ત પછી જ કેઈ આદમી આ અજબ અને એકંત મેદાનમાંથી પસાર થવાને ઈરાદો કરી શકે છે.'
ગુજરાતની આબોહવા અને મેસમે:–આ પ્રાંતની આબેહવા તંદુરસ્ત અને સુંદર છે. પરંતુ જંગલી પ્રદેશે ભેજવાળા છે. સમુદ્ર નજીક હોવાના કારણથી ઠંડી ઓછી હોય છે. વિરસાદ ખપપૂરતો પડે છે. જૂન માસની આખરથી વરસાદ શરૂ થાય છે અને સપટેમ્બર માસ સુધી રહે છે. નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાઓમાં ઠંડી સાધારણ પડે છે. ફેબ્રુઆરી મહિનાની આખરચી ગરમી શરૂ થાય છે, અને જુલાઈ સુધીમાં ૧૧૫° ગરમી થાય છે. શિયાળામાં ૪૭° સુધી આવી સખ્ત ઠંડી પડે છે. ગુજરાતની ઉત્તરે કચ્છ અને કચ્છના રણમાં સખત ગરમી પડે છે. સૌરાષ્ટ્રના મધ્યભાગમાં પણ ગરમીનું પ્રમાણ વધારે છે.
વરસાદ વરસાદ હોવા છતાં પણ ગુજરાતમાં ગરમી પડે છે. હિંદુસ્તાનના બીજા ભાગોની માફક અહીં પણ વરસાદ ઠીક પડે છે અને જુદા જુદા ભાગોમાં વરસાદનું પ્રમાણ વધતું ઓછું છે. અમદાવાદ જિલ્લામાં સરાસરી ૩૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં પડે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઓછો છે. આખા ગુજરાતમાં લગભગ સરાસરી ૩૦ ઇંચ જેટટ્યો વરસાદ પડે છે. ૧. તમન હિન્દ, પૃ. ૪૦ ,
,