________________
ગુજરાતનો ઈતિહાસ નીકળી ખંભાતના અખાતમાં પડે છે. એની લંબાઈ ૩૨૫ માઈલ છે. લુણાવાડા અને ખંભાત એના કિનારા ઉપર આવેલાં છે. આ નદીમાં કાળા પથ્થર વધારે પ્રમાણમાં જોવામાં આવે છે અને ગુજ. સતમાં તો એના કિનારાના નજીકના પ્રદેશોમાં મોટાં ભયાનક વાંઘાં આવેલાં છે. - (૫) નામદાર–એ વિંધ્યાચળ પર્વતના અમરકંટક નામની શાખામાંથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે. આખા ગુજરાતમાં એ સૌથી મોટી નદી છે. એની લંબાઈ ૭૬૦ માઈલ છે. એના કિનારા ઉપર ચાણોદ (ચાંદોદ), નાંદોદ, શુક્લતીર્થ અને ભરૂચ આવેલાં છે. આ નદી ઉપર સૂરપાણનો ધોધ આવેલ છે. નર્મદાનું બીજું નામ રેવાજ છે. એમાં વહાણો મુખથી સો માઈલ સુધી કરી શકે છે. . (૪) તાપી–સાતપુડા પર્વતમાંથી નીકળી ખંભાતના અખાતમાં પડી અરબી સમુદ્રને મળે છે. એ ૪૫૦ માઈલ લાંબી છે. સુરત અને રાંદેર એના કિનારા ઉપર આવેલાં છે. એના મુખથી બત્રીસ માઈલ સુધી વહાણો ફરી શકે છે.
આ બધી ગુજરાતની મુખ્ય નદીઓ છે. એમને ઘણી નદીઓ મળે છે; જેમકે સાબરમતીને હાથમતી ઉપરાંત પુષ્કળ નાની નદીઓ મળે છે, જેવી કે અંબિકા વગેરે. સૌરાષ્ટ્રમાં કોઈ મોટી નદી નથી. ખાસ નોંધવા લાયક ભાદર ચોટીલાની એક ધાર મદાવાના ડુંગરામાંથી નીકળી પિરબંદર નજીક દરિયામાં નવીબંદર કને મળે છે. એને જૂનાગઢ નજીક ગિરનારમાંથી નીકળતી ઓઝત મળે છે. સેરઠી અને વરતુ હાલારમાં થઈ અરબી સમુદ્રને મળે છે; અને શેત્રુંજી શેત્રુજા પર્વતમાંથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે તે છે.
સવ–આ પ્રાંતમાં નીચે પ્રમાણેનાં સરોવરે છે :
ખેડા જિલ્લામાં એક સરોવર છે જેમાં એક ટેકરી માત્ર ઉનાળામાં નજરે પડે છે; બાકીને સમય એ પાણીમાં ઢંકાયેલી રહે છે.