________________
ભાગ ૧ –ઉપદ્યાત
નેનાં મંદિર છે. એની ઊંચાઈ ૩૫૦૦ ફીટ છે. એની તળેટીમાં મહાન અશક રાજાએ કોતરાવેલા પ્રખ્યાત શિલાલેખ છે.
(૮) ગીર–સૌરાષ્ટ્રની દક્ષિણે આવેલું છે. એ સિંહ માટે પ્રખ્યાત છે. હિંદુસ્તાનમાં આ સિવાય બીજા કોઈ પણ સ્થળે સિંહ જોવામાં આવતા નથી.
(૯) બરડેર–એ પોરબંદર પાસે આવેલું છે. એ નાના નાના ડુંગરાઓને બનેલું છે. અહીંથી લાખંડ નીકળે છે. વળી ત્યાં વાંસનાં મેટાં જંગલ છે.
ગુજરાતની ઈશાનમાં આવેલા પર્વતે–આબુ, પાવાગ (ચાંપાનેર), આરાસુર, લુણાવાડા, ઇડર, વિંધ્યાચળ, રાજપીપળાને અને સાતપુડે.
નિત્ય ગુજરાત એટલે કે સૌરાષ્ટ્રમાં આવેલા પવને – ચેટીલો, બરડો, ગિરનાર, ગીર, શેત્રુજે, માંડવધાર, સમ, કોયલ.
નદીએ ગુજરાતના પહાડો ઈશાન ખૂણામાં આવેલા છે, તેથી કુદરતી રીતે ત્યાંની જેટલી નદીઓ છે તે સર્વ નેત્રત્ય તરફ વહે છે અને અરબી સમુદ્રને મળે છે. એની છ નદીઓનું સવિસ્તર વર્ણન એનાં મૂળ અને મુખ સાથે નીચે પ્રમાણે છે :
(૧) સરસ્વતી –એ ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પર્વતમાંથી નીકળી કચ્છના રણમાં અદશ્ય થાય છે. સરસ્વતીને કિનારે સિદ્ધપુર અને પાટણ આવેલાં છે.
(૨) બનાસઃ-–મેવાડમાં આવેલી અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળી પાલણપુરના રાજ્યમાંથી પસાર થઈ કચ્છના રણમાં અદશ્ય થાય છે. બનાસના કિનારા ઉપર જ રાધનપુર આવેલું છે.
(૩) સાબરમતી -અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે. એના કિનારા ઉપર અમદાવાદ અને સાદરા આવેલાં છે. એની લંબાઈ ૨૦૦ માઈલ છે.
(૪) માહી–એ મહેન્દ્ર પર્વત એશ્લે કે માળવાના ડુંગરમાંથી