________________
ભાગ ૧ લા–ઉપાઘ્ધાત
(૬) નદાઃ—મરાઠા અહીંથી ગુજરાતમાં આવ્યા. (૭) ડુંગરપુરની ખીણમાંથી પસાર થઈ મેાડાસા થઈ જ્યાંથી અલાઉદ્દીન ખલજીના સમયમાં ઉલૂગખાન ગુજરાતમાં દાખલ થયા હતા. ભૂશિર:—ગુજરાત પ્રાંતમાં અસંખ્ય ભૂશિરા છે; પરંતુ મેટામાં માટું ભૂશિર નોંધ લેવા જેવું માત્ર દ્વારકા છે.
[ પ
ટાપુઓઃ-ઉપર કહી ગયા પ્રમાણે ગુજરાત પ્રાંતના એ ભાગ છે: એકના સંબંધ જમીન સાથે છે અને બીજો સમુદ્રને મળે છે. આ ખીજા ભાગની હદ પુરાણી જમાનામાં બહુ જ દૂર સુધી ફેલાયેલી હતી; પરંતુ એને સમુદ્રે કાપી કાપી હાલની હદ સુધી આણી મૂકી છે, જે કારણથી નાના મેટા પુષ્કળ ટાપુઓ અને દ્વીપકલ્પે પેદા થયા. હાલમાં ગુજરાતના ટાપુએ નીચે પ્રમાણે છેઃ—
પીરમ, સુલતાનપુર, કુત્બપુર, દીવ, શ ખેાદ્ધાર, સિયાળ, દમણ, આમાંના દીવ અને દમણ પાટુગીઝો (ક્િર`ગી)ના કબજામાં છે, શખાદ્વાર વડાદરા રાજ્યના હાથ નીચે છે. દીવનેા ટાપુ ૮ માઈલ લાંખે। અને ૨ માઇલ પહેાળા છે, તેમાં ૮ ગામ આવેલાં છે. ત્યાં રંગનું કામ સુંદર થાય છે. દમણમાં ઘઉં, ચેાખા, અને તમાકુ સારાં પાકે છે. બાકીના ટાપુએ સરકારના તાબામાં છે. આખા સૌરાષ્ટ્ર એક દ્વીપકલ્પ છે, જે પશ્ચિમ ગુજરાતમાં સૌથી મેાટે છે. સુરત અને ભરૂચમાં પણ નાના નાના ધણા દ્વીપકલ્પો આવેલા છે, જે વિશે કંઇ ખાસ લખવા જેવું નથી,
પહાડા:—જે પ્રમાણે ગુજરાતને પશ્ચિમ ભાગ પાણીથી ઘેરાયેલા છે તે પ્રમાણે ઈશાન ખૂણાના ભાગ પહાડાથી ભરાયેલા છે જેની જુદી જુદી શાખાઓ અંદરના ભાગમાં ફેલાયેલી છે, જે નીચે પ્રમાણે છેઃ અખ઼ુદાચલ કે આબુને પત, (૨) વિંધ્યાચળના પ`ત, (૩) જમીલ કે ગીરા પર્વત, (૪) બરડાને પત, (૫) સિદ્ધાચળ કે શેત્રુંજો, (૬) ઈડરના, (૭) પાવાગઢ (ચાંપાનેર)ના, (૮) લુણાવાડાના (વિધ્યાચળની શાખા), (૯) રાજપીપળાના, (૧૦)