________________
ઉપલદૂધાત સીમા – ઉત્તરમાં મારવાડ, મેવાડ, સિરોહી, કચછનું રણ અને અરવલ્લી પર્વતને કેટલોક ભાગ
દક્ષિણમાં–થાણા, નાસિક (મહારાષ્ટ્ર) પૂર્વમાં–વાંસવાડા, ખાનદેશ (માળવા) પશ્ચિમમાં–અરબી સમુદ્ર, કચ્છ અખાત, સિબ.
ગુજરાત પ્રાંત હિંદુસ્તાનની પશ્ચિમ દિશામાં આવેલો છે. એના બે ભાગ છે. એક દીપકલ્પને ભાગ છે એટલે કે એની ત્રણ બાજૂ પાણી અને એક બાજુ જમીન છે; એ સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડના નામથી ઓળખાય છે. બીજા ભાગની ચારે બાજુએ જમીન છે. દ્વીપકલ્પને ભાગ અરબી સમુદ્રમાં આવેલો છે. એ અરબસ્તાનના ઉમાન પ્રાંતની લગભગ સામે અને સિંધની નીચે આવેલો છે.
બીજા ભાગની દક્ષિણની હદ ડાંગ અને વાંસદાનાં રાજ્યો સુધી છે. (કારણ કે અહીં ગુજરાતી ભાષા બોલાય છે. નર્મદા નદીના કિનારાથી માંડી ઉત્તર સુધી પહાડની એક હાર જાય છે જે અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોને જોડે છે. એ ગુજરાતની પૂર્વ અને ઉત્તરની સરહદો છે અને એને માળવા મેવાડ અને સારવાડથી જુદો પાડે છે. કચ્છના અખાત અને કચ્છનું રણ એની પશ્ચિમ અને
વાયવ્યમાં આવેલાં છે. અરબી સમુદ્ર અને ખંભાતને અખાત એની નિત્યની હદ છે. જે પહાડ ગુજરાતના ઈશાન તરફની હદ વધે છે તેની શાખાઓ આ પ્રાંતના અંદસ્ના ભાગમાં ફેલાયેલી છે; અને એને લઈને કેટલાક ભાગો ખાડાટેકરાવાળા થયા છે. પહાડે અને ખીણોમાં ગાઢ જંગલો છે અને એ જંગલોમાંથી ઘણું નદીઓ નીકળે છે, જેના કિનારાઓ ઉપર ઘણું ઊંડાં કેતરે, ચિદાર ઘાટીઓ અને પહાડો આવેલાં છે. ગુજરાતની આજના સમયની (ઈ.સ. ૧૯૪૮)ની આ સીમા છે. ગુજરાતના રાજાઓ અને સુલતાનોના સમયમાં એના