________________
દેશના-૩.
-...
[૧૧]
મચીના હાથમાં આર જઈએ. સંયથી ન ચાલે. સુથારને છરી ન અપાય, વાંસલે જ આપ જોઈએ. કર્તાની શક્તિ ખરી, પરંતુ કાર્ય સાધન દ્વારા, તથા જેવું સાધન તેવું કાર્ય થાય. નરણ નખ કાપે પણ તેનાથી શાક સમારાય ?, આથી સાધનમાં શક્તિ છે, કર્તામાં શક્તિ નથી તેમ ન કહી શકાય. બાલ્યવયનાં કમલ પુદ્ગલ વખતે યૌવનકાલને યેગ્ય કામ થઈ શકતું નથી. ચપુ, નરણી, સેયમાં સ્વતંત્ર શક્તિ નથી. શક્તિ કર્તામાં છે. કર્તાની શક્તિ સાધન દ્વારા સાધન પ્રમાણે ઉપયેગી થાય છે. જે સાધન મળવાથી બાલ્યવયે જે કાર્ય ન થાય અથવા મુશ્કેલીઓ સામાન્યપણે થાય તે જ કાર્ય તે જ સાધન દ્વારા યૌવનમાં થાય, તીવ્રપણે થાય; વલી પાછું વૃદ્ધાવસ્થામાં સાધન તે જ છતાં કાય મંદપણે થાય.
અહીં પ્રશ્ન એ થઈ શકે કે, હાથીના દેહમાં પુદગલે વધારે છે તે એનામાં જ્ઞાન વધારે હોવું જોઈએ ?, પુદગલને જ્ઞાન સાથે સંબંધ નથી. જ્ઞાન એ જીવની ચીજ છે. દેહ ગધેડાને કયાં ના છે?, છતાં અકલ કેટલી ?, મોટા વૃક્ષમાં કઈ શક્તિ વધારે છે?, જીવે જેવાં જેવાં કર્મો બાંધેલાં હાથ, જે પ્રકારે ઇંદ્રિય પર્યાપ્તિ બાંધી હોય તે તે પ્રમાણે તે તે પુદગલ તયા પર્યાપ્તિના આધારે તેવું તથા તેટલા પ્રમાણમાં જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. ખોરાકમાં ઘઉં, બાજરીને ઉપયોગ કર્યો તેમાંથી શબ્દ શ્રવણનું સામર્થ્ય કોનામાં હતું, પુદગલમાં એ શક્તિ નથી. પુદ્ગલ સાધન જરૂર છે. પુદગલ યોગે, જીવે કરેલી ક્રિયાથી બંધાયેલી કર્માનુસાર, ઈદ્રિય, વચન, મન વગેરેમાં પરિણમન થાય છે. પરિણમનશીલ પ્રકૃતિ પુલની છે. આટલું સમજાય તે નાસ્તિકના પંજામાંથી બચી શકાય.
નાસ્તિક પ્રત્યક્ષ પ્રમાણ માને છે. વેદાંતી એકલી કૃતિને માનવાનું કહે છે. વ્યવહારથી ચાર્વાક સારે કે પ્રત્યક્ષ માની બીજું માનવાનું ના કહે છે, પણ વેદનાં વચનોના મિલે ઢગ કરનાર છાને રાક્ષસ, જગતને મિથ્યા માની (પુગલને સર્વથા ન માની), અદશ્ય આત્માને જ કેવલ માને તે સત્ય માર્ગો શી રીતિએ આવી શકે ?, પુગલના પરિણમનમાં માનનારે જૈન કદી પણ તૈયાયિક કે વૈશેષિકના ઝપાટામાં આવે નહિ.
ધાગાપથીઓ ઇશ્વરને કર્તા તરીકે શા માટે આગળ કરે છે?
કેટલાક પૂર્વ ધાગાપંથીઓ “અમને આપશો તે તમને ઈશ્વર આપશે એમ કહીને પિતાની પેઢી ચલાવે રાખે છે. યજ્ઞ, શ્રાદ્ધ આદિના નામે જે કાંઈ તેમને આપે તેના બદલામાં તમને પ્રભુ આપશે એમ કહીને તેઓ ઈશ્વરના નામે પેટ ભરે છે. ગર્ભમાં બાલક આવે ત્યારથી (સીમંત પ્રસંગથી) તેમને લાગે ચાલુ થાય, તે ડગલે ને પગલે ચાલુ! મરે ત્યારે ય લાગે, મૂઆ બાદ પણ લાગે ! શય્યા, શ્રાદ્ધ વગેરે લાગાનું લંગર કાયમ છે. આ લા ટકાવવા ઈશ્વરને કર્તા તરીકે આગળ ધરે પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com