________________
-
-
-
-
-
| [૧૧૮].
ધર્મરત્ન પ્રકરણ દહેરૂ કે દીકરે? દુનિયાદારીમાં સંતતિ આગળ આગળ મીંડા મુકતી જવાની છે. તમને વધારેમાં વધારે પાંચ કે સાત પેઢીના નામે યાદ હશે. એથી આગળની પેઢીના નામે કેઈને યાદ નહીં હશે. પિતાના વડવાને અંગે આગળ મીંડા મુકતા જાય છે. બે ચાર પાંચ પેઢી સુધી યાદ રાખે. પુત્રને અંગે નામ રાખવાનુ રાખી એ પણ સંતતી તે આગળ મીંડા મુકતી જ જવાની. જે ધર્મનું કાર્ય છે, તે કાર્ય એવું છે કે જેમાં મીંડું મેલવાનું નથી. વિમળશાહ જેવા બાહોશ પહેલા કઈ થયા નહિં હોય? વિમળશાહને આજે બધા શાથી યાદ કરે છે? “દહેરૂ કે દીકરો એ બેમાંથી એક વસ્તુ મળશે” એમ જ્યારે દેવતાએ કહ્યું, ત્યારે વિમળશાહે કહ્યું, કે દેહરૂં ન થાય તે માટે દીકરો ન જોઈએ. અહીં વિચારજે ! આપણે તે “ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટે આવા શબ્દો બેલી નાખીએ છીએ, પણ આસ્તિકના મુખમાં આવા શબ્દો ન શોભે.
પુણુયે શ્રાવક, આપણે તો પેટે પાટા બાંધી સાધર્મિક ભક્તિ કરનારા શ્રાવકે. આપણાથી એવા શબ્દ બેલાયજ નહિ. પુણીયા શેઠ શાથી પંકાયા? સાડાબાર કડા એટલે માત્ર બે આનાની પુંજી રૂની પુણી બે આનાની લાવી, સુતર કાંતીને તેના મજુરીના બે આના મેળવે. તેમાંથી દરરોજ એક સાધર્મિકને જમાડે. એક દિવસ પતે ઉપવાસ કરે, બીજે દીવસે પુણીયા શેઠની સ્ત્રી ઉપવાસ કરે. પરંતુ સાધર્મિકને દરરોજ બેલાવીને આદરપૂર્વક ભકિત કરે. આ સ્થિતિ પુણીયા શ્રાવકની શ્રેણુક મહારાજાએ જ્યારે સાંભળી, ત્યારે બજારમાં વેપારીઓને કહેવરાવ્યું કે “પુણીયા શ્રાવકને માટે પુર્ણને ભાવ એ છે રાખવે, ને તે સુતર વેચવા આવે તો વધારે ભાવ આપે, છતાં પણ શ્રાવક એ લાભ લેતું નથી. ચાલુ બજાર ભાવે જ લે વેચ કરે છે. મફતનું ન જોઈએ. દરરોજની કમાઈ માત્ર સાડાબાર કડાજ. તેમાં અધી કમાણી દરરે જ સાધર્મિક ભક્તિમાં. માટે આપણે તે પેટે પાટા બાંધી સાધર્મિક ભકિત કરનારા. તેનાથી “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો” એવા શબ્દ બોલાય જ નહિ. આપણે પણ દુનીયાના શબ્દ બોલવાથી ટેવાઈ ગયા છીએ. સંતાન અને ચૈત્યની પસંદગીમાં ચિત્યની પસંદગી કરી.
પુત્ર પ્રાપ્તિનાં પરિણામ પુત્રોમાં પણ બે વાત હોય. કાં તે કૂળને શણગાર, નહીંતર છેવટે કૂળને અંગાર. વિનયવાળો પુત્ર હોય તે કૂળને શણગાર થવાને. બાપે બત્રીશ ખત્તા ખાઈને બત્રીશ લક્ષણ મેળવ્યા હેય. વિનયવાળે પુત્ર ૩૨ ખત્તા ખાધા વગર ૩૨ લક્ષણ મેળવી શકે. તેમ આ શેઠને વિનય તેમજ ઉજવળ બુદ્ધિવાળે પુત્ર છે. ગધેડીને ૧૦ પુત્ર પુત્રી છતાં અંદગી સુધી ભાર વહેવું જ પડે છે. તેમ ગૃહસ્થામાં પણ પુત્ર તરફથી શાંતિ નિશ્ચિતપણુન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com