________________
[૨૮]
ધર્મરત્ન પ્રકરણ આરાધનની કસોટી. તેવી રીતે હે ચિંતામણી! તું કમળશેઠના પુત્રની જેમ બરાબર સાંભળીશ કે નહિં? એમ તે રબારી ગમાર ચિંતામણીને કહે છે. મણિ મૌન રહે છે. મૌન રહ્યો એટલે મારી વાત માની. એમ ગમાર વિચારીને વાત કહે છે. અરે મણિ! એક દેવગૃહ-દેવ મંદિર એકજ હાથ ઉંચુ હતું. પણ અંદર દેવ ચાર હાથના હતા. આમ રબારી કહે છે, પણ મણિ હકારો પુરતું નથી, એટલે ગમાર કહેવા લાગ્યું કે તે કથા ન કરી. હું કહું છું તેમાં હોંકારો પણ આપતું નથી. અરે તમારા માથે કેવી મેટી ફરજ આવવાની છે. આજથી ત્રીજે દહાડે હું માગીશ તે તારે આપવું પડશે.
કેટલાક અજ્ઞાનીએ દેવ દેવીઓની માનતા માને છે. રોગ ન મટે તે બીજું શું મટાડશે? અર્થાત્ લૌકિકમાં દેવગુરૂ પૂળે તે લીલા લહેર, નહીંતર ફાવ્યા નહિં ગણે છે, એટલું જ નહિં પણ તે આરાધના પડતી મૂકે છે. આપણે રબારીને હસીએ છીએ, પણ એજ સ્થિતિમાં આપણે પણ છીએ. જે દેવગુરૂ ધર્મના આરાધનમાં સિદ્ધિ ન થઈ, તે લેકોત્તર દેવગુરૂ ધર્મને પણ તેવી સ્થિતિમાં આપણે લાવી નાખીએ છીએ. દેવગુરૂ ધર્મ એ કષ્ટથી આરાય છે. કણ વખતે તેની આરાધનાની ખરી કિમત. લગીર કષ્ટ પડે તે આપણે દેવગુરૂ ધર્મને પ્રથમ છોડીએ છીએ.
રત્ન ફેંકનાર રબારી. આપણે બધાએ ધર્મને સાવકા છોકરા જે ગણે છે. કાર્ય સિદ્ધિ માતાની ન થાય ત્યારે ઓરમાન છોકરાનું બતાણું કાઢે. હવે રેષાયમાન થઈ ગમાર ચિંતામણિને કહે છે, તારું નામ ચિંતામણિ કેણે પાડયું? તારું નામ જ ખોટું છે. કદી સાચું હોય તે ચિંતા ઉભી કરનાર મણિ. ચિંતા રૂપજ મણિ. જ્યારથી મારા હાથમાં તું આવ્યો, ત્યારથી મને ચિંતા થઈ છે. અરે ચિંતા કરીને રહેવાવાળો હોય તો અડચણ નથી. આતો ચિંતા દ્વારા મને મારવાને તે રસ્તો કર્યો છે. રાબ, ઘેંશ અને છાશ વગર ક્ષણવાર જીવી ન શકું, એ હું ત્રણ દિવસ ખાઉં નહીં. હું મરી જ8 કે બીજુ કંઈ? માટે આતે મરવાને ઉપાય પેલા વાણીયાએ બતાવ્યું છે. એ વાણીયાએ માંગ્યું તે મેં ન આપ્યું, તેથીજ મને મારી નાંખવાને આ પ્રસંગ ર જણાય છે. પણ હું એ કાચા નથી કે વાણીયાના કહેવાથી ત્રણ દીવસ લાંઘણું કરૂં. આ ચિંતા કરાવનાર હોવાથી અહીંથી એવી જગે પર ફેંકી દઉ, કે ફરીથી મારી નજરે પણ ન પડે. એમ કહી રબારીએ રત્નને બહુજ દૂર ફેંકી દીધા.
એકની રસ એક બીજાને સતેનું કારણુ. “હવે વહુની રીસ અને સાસુને સતિષ” ગમારે જે મણિ ફેંક કે જયદેવ તે મણિ પાસે તરત ગયે. અને દેખી પૂર્ણ હર્ષ પામે. પહેલા જે હસ્તિનાપુર નગર, પહાડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com