________________
દેશાના સારાંશ.
[૨૭] નિપુણ્યકની નિર્માલ્ય-નિતિ-રિતિ. હવે રબારી પિતાની બકરીઓને લઈને ગામ તરફ જાય છે. જ્યદેવ પણ પાછળ પાછળ જાય છે. ભાવિ શુભાશુભ કર્માનુસાર અને બુદ્ધિ સુજે છે. આ રબારીને પિતાનું કર્મ પળીભૂત કરવા બુદ્ધિ સુઝતી નથી. તેથી આ રત્ન રબારીના ઘરમાં કે હાથમાં રહેવાનું નથી. એ બિચારો હીન પુન્યવાળો હેવાથી વિધિ બતાવ્યો, છતાં આરાધવા ઉત્સાહિત થતો નથી. નિપુણ્યકને રત્ન મળ્યું છતાં ટકવાનું નથી. તેથી જયદેવ તેની પાછળ પાછળ જાય છે. તે બીજી વ્યવસ્થા કરે તે વખતે જે હું હાજર હઈશ, તે રત્ન મારા હાથમાં આવી જશે. તેથી તેની પાછળ પાછળ જયદેવ ચાલ્યો જાય છે. અને નિપુણ્યક આત્માઓની ના વગરની નિતિ રિતિનો વિચાર કર્યા કરે છે.
રત્ન અને રબારીના રિસામણ. હવે ગામ છેટું છે. રબારી સાથે રસ્તામાં વાત કરનાર કોઈ નથી. રત્નને રબારી કહે છે. અરે મણિ! મારી સ્થિતિ તું બરાબર ધ્યાનમાં રાખજે. આ બકરીઓ મારા જીવન અને કુટુંબને આધાર છે, છતાં તારા માટે બકરી વેચવી પડશે. એક બકરી વેચીને કપુર, ચંદન, કુલ, પાટલો, વસ્ત્ર, ધૂપ વીગેરે વસ્તુ લાવવી પડશે. પછી તારી પૂજા કરીશ પણ આ વિચાર હું કરું તે પહેલાં તારે પણ ઘણું વિચાર કરવો પડશે. મારે બકરી વેચવી તે મારા હાથની ચીજ. બકરીની કિંમત આવશે તો મારે તો મુશ્કેલી નથી, પણ તે ચિંતામણિ! તારે ઘણી મુશ્કેલી છે. ત્રીજે દહાડે પાછલી રાત્રે મારા મનમાં જે વિચાર આવે તે તારે આપવું પડશે. માટે બરાબર ધ્યાન રાખજે ! તોજ તારૂં ચિતામણિ એવું નામ સાચું ઠરશે. હે ચિતામણિ ! લાંબે રસ્તે કાપે છે, માટે તું કંઈક વાત કર કે માર્ગ કપાઈ જાય. ચિંતામણ ચુપ રહ્યું, એટલે રબારી કહેવા લાગ્યા કે જંગલમાં તને વાત કરતાં કેઈએ શીખવ્યું લાગતું નથી. તું બેલતે નથી, માટે તને વાત કરતાં આવડતી લાગતી નથી. માટે હું વાત કરું તું સાંભળીશ, અને હકારા પુરીશને? કમળ શેઠના પુત્ર જેવું તે નહીં કરીશને?
ધર્મ રહિત પુત્રના અવિનિત આચરણે. કમળ શેઠને પુત્ર હતું. તે પુત્ર બધી વાતે બાહોશ, પણ ધર્મના પગથીયે બીલકુલ ન ચઢે. શેઠ વારંવાર કહે કે મારા કહેવા ખાતર મહારાજ પાસે જ. સાંભળીને છેવટે જવું પડ્યું તેથી તે ગયે. વ્યાખ્યાનમાં નીચું ઘાલીને બેસી રહ્યો. અને દરમાંથી કીડીએ નીકળતી હતી તે ગણ્યા કરી. ઘેર આવ્યું, બાપે પુછયું કે શું સાંભળ્યું? હું ત્યાં જઈ આવ્યું પણ ત્યાં દરમાંથી કીડીઓ નીકળતી હતી તે મેં માત્ર ગણે. એટલે સાંભળવામાં ધ્યાન રહ્યું નહિં. હવે બાપે કહ્યું, હવેથી મહારાજની સામું નજર રાખીને સાંભળજે. બીજે દિવસે મહારાજની સામું જોયા કર્યું, પણ સાંભળવામાં ધ્યાન ન રાખ્યું. પણ મહારાજના ગળાની હાડકી ૧૦૮ વાર ઉપર નીચે ચડ ઉતર કરતી હતી. તે મેં માત્ર ગણી. એમ શેઠને જવાબ આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com