________________
---
----
દેશાના સારાંશ.
[૩૩] પણ કેટલાક વડેરા હોય તે પણ ભેગ માટે ધર્મને ફેંકનારા હોય. પરભવમાં રિદ્ધિ મળશે રાજા થઈશ, તે ધારી ધર્મ કરનારા હોય. તેવાને પશુપાળ જેવા જ સમજવા. જયદેવ ચિંતામણી ફેંકનાર ન થયું. તેમ જૈન ધર્મની મહત્તા સમજનાર ધર્મને ચિંતામણી સમજી સંગ્રહી શકે છે.
પુણ્ય વૈભવની જરૂર અજ્ઞાની આત્મા ધર્મરત્નને પૌગલિક-સુખની ઇચ્છાથી ફેંકનારા નીકળે તે દેખીને આપણે ધર્મનું સાચું સ્વરૂપ સમજનારા હેવાથી આપણને પૌગલિક સુખ માટે ધર્મરત્નનું સાટું કરવું, તે ન શોભે. પુન્યરૂપી ખરૂં દ્રવ્ય જયદેવના આત્મામાં હતું, રબારીને આત્મામાં તેવું પુન્ય ન હતું. તેવી રીતે આ જીવમાં જેમ ચિંતામણિ-રત્ન પ્રાપ્ત કરવા માટે પુન્ય વૈભવની જરૂર છે, તેમ ધર્મરત્ન પ્રાપ્ત કરવા માટે ગુણ વૈભવની જરૂર છે. વૈભવ વગરને આત્મા ધર્મ રત્ન પામી શકતો નથી. પુણ્ય વૈભવથી અવિકલ સંપૂર્ણ નિર્મળ ગુણનો સમુદાય ધારણ કરનાર આત્મા જીનેશ્વરના ધર્મરૂપી ચિંતામણી રત્નને પામી શકે છે.
માનવ જીવનની સફળતા. આ મનષ્ય ભવ :નિમિત્તાપીમ' અર્થાત્ દુઃખના કારણભૂત છે. મનુષ્ય ભવ મળવામાં પણ દુઃખના કારણ સ્વરૂપ છે. તેમજ જગતમાં જે જે દુખો છે, તેનું મોટું કારણ હોય તે આ મનુષ્ય ભવ છે. સાતમી નારકીમાં જનારા આત્માઓ હોય તો મનુષ્ય. અપવાદ રૂપે મત્સ્ય છે, પણ તેમાં મૂળ કારણ તે મનુષ્યપણું છે. તેમજ મનુષ્યગતિ મેળવવા માટે પણ પૂર્વે દુઃખ સહન કરવું પડે છે. તેથી શાસ્ત્રોમાં દેવભવ દુર્લભ ન કહ્યો પણ “દુદ્દે વિવું માથુરે મરે” અર્થાત મનુષ્યભવ જ દુર્લભ છે. મેક્ષની નીસરણીરૂપ ચારિત્ર પણ મનુષ્ય ગતિમાંજ મળી શકે છે. જ્ઞાન દર્શન ચારિત્રની ત્રણે એકી સામટી આરાધના કરાતી હોય, તે માત્ર મનુષ્ય ભવમાં જ થાય છે. આ મનુષ્ય ભવને જે સદુપયોગ કરશે તે મોક્ષ મેળવી આપનાર છે, અને જે દુરૂપયોગ કરીને વિષય-કષાય ૧૮ પાપ-સ્થાનક સેવનમાં વેડફી નાંખશો તે આજ મનુષ્યપણું ભયંકર દુર્ગતિના દુઃખમાં ધકેલી દે છે.
અકામ-નિર્જરા અજબ ચમત્કાર. વર્તમાન કાળની અપેક્ષાએ મનુષ્યગતિ સારી, પણ અનુપયોગ કર્યો તે ઢેર કરતાં હલકે છે. એક માણસ પાસે મીલકત છે, પણ ફના કરે છે. નવું દેવું વધારે છે. તે ખરાબ ' ગણાય, અને દેવું પતાવે તથા નવી મુડી ઉભી કરે છે સારે ગણાય. તીર્ય ચે આગળ કરેલા પાપે ભેગવી અકામ નિર્જરા કરી ઘણે ભાગે દેવગતિનું આયુષ્ય અને પુન્ય બાંધે છે. દેવતાઓનું થાળું તીર્ય એ પુરે છે. પરંતુ મનુષ્યથી પુરાતું નથી. ગર્ભજ મનુષ્ય ગણતરીનાજ, માત્ર ૨૯ આંકની સંખ્યાવાળા. અસંક્ષિ-મનુષ્ય કે તીર્ય દેવલેકે ન જાય. વગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com