Book Title: Bhagwati Sutrani Deshnao
Author(s): Sagaranandsuri, Hemsagar Gani
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 257
________________ [૨૮]. ધર્મરત્ન પ્રકરણ સફળ થાય. કુદરતે મળી ગયેલું મનુષ્ય પણું તેનું રક્ષણ કુદરત નહીં કરે. મળેલા ધર્મપત્નનું રક્ષણ આત્મવીર્યજ કરશે. પશુપાળે ચિંતામણિ રત્ન મેળવ્યું પણ ગેરસમજથી પિતાના હાથેજ અમૂલ્ય અલભ્ય તે રત્ન ફેંકી દીધું, તેમ આપણે પણ આપણે આ ઉત્તમ મનુષ્ય જન્મ અણસમજણથી પ્રમાદમાં ગુમાવી નાખીએ છીએ. તે ન ગુમાવતાં ઉત્તમ સાધનથી ઉત્તમત્તમ ધર્મ ચિંતામણિ મેળવે. ' મળતાં ક્ષણ. પણ રક્ષણમાં જીવન. ચક્રવતિને ઘેર પ્રથમ પુત્ર જન્મ્યો, પણ તરતજ મરી ગયે. કહે કે તે જીવે શું મેળવ્યું ? પાટવી કુંવર તરીકે તે રાજપુત્રે જેટલું ગુમાવ્યું નથી, તેના કરતાં તે મનુષ્ય થયે અને ધર્મરત્ન એયું તે ધમરન કમાવનારના ભવોભવ બગડે છે. રાજપુત્રે એક ભવનું રાજ્ય ગુમાવ્યું, અને શ્રાવકૂળમાં આવેલા આત્માએ તે અનેક જન્મો સુધી સુખ આપનાર ધર્મરત્ન ગુમાવ્યું. સામગ્રી સંયેગના સુઅવસરમાં કાર્ય ન સાધી શકીએ, તે સામગ્રી વગરના કાળમાં શું સાધી શકવાના હતા?, શકિત સંપૂર્ણ, શસ્ત્રો સંપૂર્ણ, સગ-સાધનો બધું અનુકુળ હેય, તે વખતે કર્મશત્રુને લડાઈ ન આપીએ તે કયે ટાઈમે કર્મશત્રુને જીતી શકીશું? જ્યાં અનાર્યક્ષેત્ર, પાંચ ઈંદ્રાયની ખામી, આયુષ્ય ટુંકુ, રેગી શરીર, ઉત્તમ કુળ નહિ, દેવ ગુરૂનો સમાગમ નહિ, ધર્મ શ્રવણ નહિં, હેય-ઉપાદેય સમજાય નહિ, સાધર્મિક ભાઈઓને સહવાસ નહિ, એવા વખતે તમે શું સાધી શકવાના છે? નીસરણી ઉપરથી ઉતરતાં એકાદ ઠેસ વાગી તે છેક નીચેજ ગબડી પડવાને. અહીં મનુષ્યભવમાં પ્રમાદથી એકાદ ઠેસ વાગી તો નરક નિગોદ સુધી ગબડી પડીશ, માટે આત્માએ વિચારી રાખવું કે પછી પત્તો નહીં ખાઈશ. માટે મહાનુભાવો! જે ધર્મરત્ન પામ્યા છે તેને ગુમાવી ન નાંખે. ધર્મરત્ન મળે મીનીટમાં, પણ રક્ષણ અંદગી સુધી કરવાનું. સ્ત્રીને દાગીને કે પુત્ર મળે મીનીટમાં, પણ પાલન રક્ષણ જીદગી સુધી કરવાનું છે. ધર્મરત્ન પામવું મુશ્કેલ તે કરતાં જતન-રક્ષણ કરવું બહુ જ મુશ્કેલ છે. ધર્મરત્ન મળ્યા પછી ઘરનું રમકડું ગણી લેવાય છે. પૂજા કરવાની ટેવ પડી જાય પછી પ્રભુમૂર્તિ તરખ કઈ દ્રષ્ટિ થઈ જાય છે? એક ગભારામાંથી બીજ ગભારામાં લઈ જાવ લઈ આવે તેને અર્થ છે? ઢીંગલા ઢીંગલી ફેરવે તેમ લેઈ જાય અને લેઈ આવે. પૂજાની જેમ બીજી ચીજમાં પણ સમજી લેવું. ભણવાની લાગણી થાય પછી ભણેલું ભૂલી કેમ જવાય? તેમ જયણ-સામાયિક પ્રતિક્રમણ વિગેરે ધર્મ કાર્યોમાં મંદાદર નિરપેક્ષ થવું, એટલે ધર્મરત્ન મળ્યા છતાં તે રત્નને ટકાવવું રક્ષણ કરવું બહુ મુશ્કેલ છે. અંતિમ-પશ્ચાતાપ. ભવિતવ્યતા મેગે આ જીવ અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં આવી બાદરપણું પામે, બે ત્રણ ચાર ઈદ્રીયવાળો વિકલેન્દ્રીય બજે, પાંચ ઈંદ્રીયવાળે થયે, સંજ્ઞી થયે, અને મનુષ્ય થયે; અહીં સુધી તો આ જીવ ભવિતવ્યતા મેગે આવી પહોંચ્યો. આટલી વસ્તુ પ્રયત્ન વગર પણ સિદ્ધ થઈ ગઈ. તે વસ્તુઓમાં અત્યારે કંઈ સાધવાનું નથી. ભવાંતરની અપેક્ષાઓ ભલે થયેલી છે. મળેલી વસ્તુને ઉપયોગ કર્યો હોઈ શકે? તમને ધૂળની પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260