Book Title: Bhagwati Sutrani Deshnao
Author(s): Sagaranandsuri, Hemsagar Gani
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 256
________________ --- - -— —– દેશના સારાંશ. [૨૩૭) તમારા છોકરા લગ્નની જવાબદારી સમજ્યા છે? બાયડી ૧૦૦) રૂપીયા કમાતી હોય તે પણ કાયદાની રૂએ તમારે ભરણ પોષણ આપવું જ પડે. આ સમજણ તમારા છોકરાને તમે પરણવતી વખતે આપી છે? અહીં સાધુ થનાર નાનું બાળક હશે, તે પણ ઘેર સાધુ વહેરવા આવશે તે કહેશે કે છોકરીથી સાધુને ન અડકાય, મહારાજથી ગાડીમાં ન બેસાય, સીનેમા નાટક ન જોવાય. આમ જૈનેના નાના બાળક પણ સાધુના આચાર સમજે છે. ૭૦ વરસને મુસલમાન શૌચ નહીં સમજે, અને પાંચ વરસને બ્રાહ્મણ છોકરો શૌચ બરાબર સમજશે. જૈન કુળમાં સાધુપણાની જવાબદારી સહેજે સમજાય છે, પણ લગ્નની જવાબદારી અને જે ખમદારી સમજાતી નથી. મનુષ્યપણુમાં વિષયે, વિકારે અને ભેગો મેંઘા અને જવાબદારીજોખમદારીવાળા છે. તીર્ય માં સોંઘા અને જવાબદારી તથા જોખમદારી વગરના છે. મીઠાઈવાળાને ત્યાં રસના વિષય કીડીને મફત મળે છે. ભમરાને રાજ-બગીચાના કમળો સુંઘવાના મફત મળે છે. પક્ષીઓને રાણીનું રૂપ જોવું હોય તે રકટોક વગર જોવા મળે છે. પશુઓને વગર જવાબદારીએ સ્ત્રીનું સુખ મળે છે, તેમજ રાજાને ત્યાં સુંદર ગાયનો પણ સાંભળી શકે છે. અર્થાત્ તેને કેઈ હાંકી કાઢતું નથી. પરંતુ તે જગ પર કઈક મનુષ્ય કદઈને ત્યાં ખાવા જાય, રાજાના બગીચામાં પુલ સુંઘવા જાય, રાણીનું રૂપ કે સંગીત સાંભળવા જાય તે તરત પહેરેગીર પકડે છે; અને પશુને કોઈ રેકતું નથી. વિષય ભોગો માટે મનુષ્યપણું સારું માનતા છે તે વિધાતાને શ્રાપ દેજે, કે કમેં મને મનુષ્ય બનાવ્યે જ કેમ? મનુષ્ય જીવન તે ધર્મરત્ન મેળવવા માટે જ ઉપયોગી છે. ઉત્તમ સાધનથી ઉત્તમોત્તમ મેળવે. મનુષ્ય–ભવરૂપી ચંદ્રહાસ તલવાર મળી. તેનો-ઘાંસ કાપવારૂપ વિષય કષાય કે આરંભ સમારંભ કરવામાં ઉપયોગ કરે તે મૂર્ખ ગણાય. ઘાંસ કાપવા માટે તે સામાન્ય દાતરડું ઉપયોગમાં લેવાય, પરંતુ ચંદ્રહાસ જેવી કિંમતી તરવારથી ઘાસ કાપનાર મૂર્ખ ગણાય. જે કે ઘાસ કપાય, પણ ઉત્તમ વસ્તુને ઉપગ અધમ વસ્તુ માટે કરાય તે નરી અવિવેક દશા ગણાય. તેમ મનુષ્યપણને ઉપગ મનુષ્યગતિથી સાધ્ય ધર્મરત્ન મેળવવામાં ન કરતાં સર્વ ગતિમાં સાધ્ય એવા ભોળોમાં અને વિષયમાં કરે. એના જેવું. બીજું શું શેચનીય હોઈ શકે ?, અર્થાત્ જાનવર કરતાં મનુષ્ય વધારે શું કર્યું ? ઉત્તમત્તમ ઉત્તમ મનુષ્યપણુથી ધર્મરત્ન મેળવો. માળા કરનાર પક્ષીઓ પિતાનું ઘર-માળા બાંધે છે. રક્ષણ કરે છે. પક્ષીઓ પશુઓ પણ પોતાનાં બચ્ચાનું ઉછેર-રણ–પષણ નેહથી કરે છે. કુતરું કે ગાય પિતાનાં બચ્ચાને જન્મ આપે, તે વખતે માલીક પણ જે પાસે જાય તે કુતરું કરડવા દેડશે, અને ગાય શીંગડું મારશે. કારણ કે પોતાના બચ્ચાં ઉપર પ્યાર હોવાથી ઘરધણીના માલીકને પણ તે જાનવરને ભરોસે હોતા નથી. સંતાનનું પાલન પોષણ રક્ષણ જાનવરો પણ કરે છે. અને તમે પણ કરો છે; તેથી તમે વધી જતા નથી. વસ્તુતઃ તેમાં મનુષ્યભવની સળતા નથી. પાપરૂપ વિષય કષાયનો ત્યાગ કરી કુટુંબ, સગાં સ્નેહી પુત્ર, સ્ત્રીના રંગ રાગમાં રાચ્યા વગર ધર્મરત્ન પ્રાપ્ત કરી વિવેક પૂર્વક વર્તે તેજ મહા મુશ્કેલીથી મળેલું મનુષ્યત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260