Book Title: Bhagwati Sutrani Deshnao
Author(s): Sagaranandsuri, Hemsagar Gani
Publisher: Siddhachakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 251
________________ - - -- ---- - -- - — - - - - - ~-- રિક૨] ધર્મરત્ન પ્રકરણ પણ ઘણું ભટક, છતાં સર્વ સામગ્રીથી ભરપૂર મણવતી ખાણ સમાન મનુષ્ય ભવ મુશ્કેલીથી મળે. જે જયદેવ તે આપણે આત્મા-જીવ સમજવો. મણવતી ખાણ અને ચિન્તામણું રત્ન. નગરી પહાડ પર્વત ખાણ બંદર વિગેરે રૂપ ૮૪ લાખ યુનિ અથવા ચતુર્ગતિ સ્વરૂપ સંસાર સમજ. મહુવતી ખાણ જ્યાંથી ચિંતામણી રત્ન મળે છે, તે મનુષ્ય ગતિ જેમાંથી ચિંતામણું રત્ન કરતાં અધિક એવા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ રત્ન પ્રાપ્ત થાય છે, અર્થાત જે રત્નના પ્રભાવથી મડ સુખવાળું પરમાનંદ પદ પ્રાપ્ત થાય છે. કેડે મનુષ્ય આ ખાણમાં આવી ગયા. કેઈને આ રત્ન ન મળ્યું. પશુપાળને મળ્યું છતાં તે નિભંગીના હાથમાં ટકયું નહિ. આથી એ સમજવાનું કે જગતમાં અનંતાનંત જીવાત્મા છતાં મનુષ્ય મોત્ર સંખ્યાતાજ. તેમાં પણ કેટલાક અનાર્ય ક્ષેત્રમાં જન્મ્યા. આર્યમાં જન્મ્યા છતાં ઉત્તમ કુળ ન મળ્યું. ઉત્તમ કુળ મળવા છતાં, નિરોગી શરીર ન મળ્યું. નિરંગી શરીર છતાં ઈ દ્રિયની ખામી. સંપૂર્ણ ઈદ્રિયે, નિરોગી શરીરાદિક મળવા છતાં, દેવ ગુરૂને સમાગમ, તેની વાણુનું શ્રવણ, શ્રવણ થયા પછી શ્રદ્ધા, શ્રદ્ધાપૂર્વકને અમલ, આ બધી એક એક વસ્તુ એક એક કરતાં રાધાવેધ સાધવા કરતાં મળવી અતિ કઠીન છે. આટલી સામગ્રી તે આપણને પશુપાળ માફક મળી ગઈ. પણ પશુપાળ માપક આ સામગ્રીને સદુપયોગ ન કરતાં, વિષય કષાયમાં એવા મુંઝાઈ જઈએ છીએ, કે ધર્મક્રિયા. ત્યાગ, તપસ્યા એ કરવું રૂચતું નથી, એટલે ધર્મક્રિયા ત્યાગ બતાવનારને પણ આપણે કહી નાંખીએ છીએ કે ત્યાગ તપસ્યા સંયમ એ તે ભેગથી વંચિત રહેવાનું થાય છે. જેણે દેખ્યું કે સંયમ ત્યા–તપથી આગળ સુખ મળે છે, છતાં ભેગસુખને છોડવું તે તે હથેલીમાં રહેલા મધને છેડીને કેણી પર ચટેલ મધને ચાટવા જેવું છે. અર્થાત્ હથેળીનું મધ ઢળાઈ જાય છે, અને કેણીએ જીભ પહોંચે નહિ, એટલે બંનેથી લટકે. આમ ધર્મોપદેશકને આપણે સામે જવાબ આપીએ છીએ. જૈન ધર્મની મહત્તા. જૈનધર્મ દુનીયાથી ઉલટી દીશાન છે. દુનીયા ભેગને માને છે, જ્યારે જેનધર્મ ત્યાગને માને છે. જેના દેવગુરુ ત્યાગી, ધર્મ પણ ત્યાગમય. ત્યાગમાં ધર્મબુદ્ધિ કેટલી મુશ્કેલ તે વિચારવા જેવું છે. ભેગજ દુઃખનું કારણ ડુબાડનાર, હેરાન કરનાર ભંગ છે, અને “ત્યાગ કલ્યાણ કરનાર છે' એવી બુદ્ધિ આવવી મુશ્કેલ છે. આ વિચારશે એટલે જેન ધર્મરૂપી ચિંતામણી રત્ન મળ્યું. મુશ્કેલીના પદાર્થો કેટલીક વખત મળી જાય. પણ ભાગ્ય ન હોય તે ટકવા મુશ્કેલ છે. સ્વપ્નમાં ચક્રવર્તિના છ ખંડનું રાજ્ય, નવ નિધાન, ૧૪ રત્ન મળી ગયા, પણ આંખ ઉઘડે ત્યારે શું? તે માટે પશુપાળ બીચ ચિન્તામણિ પામે છતાં કુતુહલ ખાવા પીવાના ભેગમાં તીવરાગથી ચિન્તામણિ તરફ બેદરકાર રહ્યો. આપણામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260