________________
[૨૪]
ધર્મરત્ન પ્રકરણ ઈચ્છાએ ભૂખ, તરસ, ટાઢ, તડકે, પીડા સહન કરવા દ્વારા જે નિર્જરા કરે છે, તે અકામ નિર્ભર કરે છે. તેથી તેઓ દેવતા થાય. શૂલપાણે યક્ષ કેશુ?, તે આગલા ભવમાં બળદ હતું. તેના સાંધાઓ તૂટી ગયા હોવાથી માલીકે એક ગામમાં પૈસા આપી ખાવા પીવા માટે વ્યવસ્થા કરી હતી, પણ ગામવાળાએ તેની કશી ચિંતા ન કરી. કેઈ બાઈ પાણીનું બેડું ભરીને આવતી દેખે તે હમણાં મને પાણી પાશે, ઘાસનો ભાર લઈને કેઈ આવે તે હમણાં મને ખાવા પુળ આપશે. તેમ છતાં કેઈપણ પાણી કે પુળ આપતું નથી. વગર ઇચ્છાએ ભૂખ તરસ સહન કરી, અકામ નિર્જરા કરી શૂલપાણે યક્ષ દેવતા થયે. આ ઉપરથી સમજાશે કે અકામ નિર્જરા અજબ ચમત્કાર છે, કે જેથી તિર્યચપણું છેડી દેવ થયે.
મનુષ્ય જીદગીને સદુપયોગ કરતાં શીખે. જાનવરની જીદગી પહેલાના પાપને ખપાવનારી. આપણી જીદગી પહેલાના પુજેને ખાનારી. આગલા ભવના પુન્યોદયથી મનુષ્ય થયે. આપણે ગયા ભવની મુડીજ ખાયા કરીએ છીએ, અને નવી પેદા કરતા નથી. મનુષ્યપણા જેટલી પણ મુડી ટકાવી રાખીએ તો રાંડી રાંડ બાઈ જેવા તો ગણાઈએ. રાંડી રાંડ બાઈ વ્યાજ ખાઈ ને મુડી સાચવે, કેટલીક તો મૂળ મુડીમાં પણ વધારો કરે, પણ ઘટાડો તો નજ કરે. આપણે તો મેક્ષ કે દેવવેક ન મેળવીએ, પણ મનુષ્યપણું જે સાચવી રાખીએ, તો રાંડી રાંડ બાઈ જેવા પણ ગણાઈએ. આપણે ચતુર વેપારી કેમ ગણાઈએ. મનુષ્યપણુ જેટલી સ્થિતિ ટકાવી ન રાખીએ, અને તીર્થંચ કે નરક ગતિમાં જઈએ એવાજ કાર્યો અહીં કરીએ; તે રાંડી રાંડ બાઈ કરતાં પણ ગયા, કે મળેલું મનુષ્યપણું પણ આવતા ભવ માટે ટકાવી ન રાખ્યું. મનુષ્ય પણું આવતા ભવમાં મેળવવું, એ આપણા હાથની વાત છે. એવી કાર્યવાહી કરવી કે જેથી સદ્ગતિ જ મળે. પરંતુ દુર્ગતિને લાયકની કાર્યવાહી તે તુરત છોડી દેવી. દુરૂપયોગ થતું અટકાવ, અને સદુપયોગ ન થવાથી ભવ હારી જવાય છે, તે વાત ન ભૂલવી.
ભરત મહારાજાની ભવ્ય વિચારણુ. ભરત મહારાજાને કહેવું પડ્યું કે મારા કરતાં નાસ્તિક સારા. તે કેવી રીતે ? તે ઉપર એક દષ્ટાન્ત કહેવાય છે. એક રબારીને બકરી ચારતાં ચારતાં કઈકને માર્ગમાં પડી ગએલ હીરે જડે. રબારીએ બકરીના ગળે બાંધ્યો. બજારમાંથી બકરીને લઈને રબારી પસાર થત હતો. માર્ગમાં એક ઝવેરીએ બકરીના ગળામાં હીરે દેખ્યો, હીરો જ છે. ઝવેરીએ વિચાર કર્યો કે આ રબારી પાસે જે હીરાની માંગણી કરીશ તે નહીં આપે, માટે આખી બકરીની માંગણી કરવા દે, એમ કરીને, બકરી વેચવી છે? હવે વેપારી માંગણી કરે એટલે રબારીએ વિચાર્યું કે ગમ્યાની વસ્તુ છે તે માગું તે કીંમત આપશે, પણ રબારી માંગી માંગીને શું માંગે ? પાંચ રૂપિયા આપે તે આપું. ઝવેરી કરવા જાય છે કે ના ભાઈ પાંચ તે નહીં ત્રણ રૂા., આપું. રબારી ઓગળ ગયો. પાડોશમાં બીજી દુકાને ઝવેરી હ તે રાહ જોઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com