________________
---- - - -
-
–––
––
દેશના સારાંશ.
[૨૨૯ પર્વત, ખાણે, બંદર અનેક જગે પર ફરીને ભૂખ તરસ વિગેરે દુઃખ પરિશ્રમ વેઠયા, તે અહીં સફળ થયા એમ તેણે ગણ્યા. મણિ પાસે જઈને પહેલા નમસ્કાર કર્યો. અને પછી હાથમાં લે છે. હવે જયદેવ ચિંતામણી રત્ન પામી પિતાના નગર તરપૂ પ્રયાણ કરે છે. માર્ગમાં અનેક સંકટને સામને કરતે કરતે પિતાના નગરમાં નિવિદને પહોંચી જાય છે. સારી જગ્યામાં વસવાટ હોય, ઘેર કઈ ભાગ્યશાળી આત્માના પગલાં થાય, અગર કેઈ ઉત્તમ ગાય, બળદ, અશ્વ કે હાથી કે સુંદર લક્ષણ વાળું રત્ન આવી જાય,તે ઘરની જાહોજલાલી થાય. સામાન્યકાળમાં ઉદય થાય, તે પછી ચિંતામણિ જેવી વસ્તુ હાથમાં આવી જાય પછી શું કહેવું? રીસાયલા રબારીએ ચિંતામણી રત્ન ફેંકયો, પણ જ્યદેવને તો સંતોષનું કારણ થયું.
પુત્કર્ષની અજબ લીલા. ઘેર આવ્યા પછી જે માતાપિતા એક વખત પરદેશ જવાની ના પાડતા હતા, ચિંતામણી જેવી વસ્તુજ નથી, માત્ર શાસ્ત્રમાં કલ્પના ગોઠવી છે, એવું કહેનારા માતાપિતા રત્ન દેખીને આનંદ પામ્યા. પુત્રને આશીર્વાદ આપવા લાગ્યા.
હવે માતાપિતા તે પુત્રનું લગ્ન કરવા માટે યોગ્ય કન્યાની શોધ કરે છે. એજ નગ૨ના એક ધનવાન શેઠની રત્નાવતી નામની કન્યાની સાથે વિવાહ કર્યો. ઠાઠ માઠથી લગ્નોત્સવ કર્યો. એમ કરતાં શેઠને ત્યાં પુત્ર પત્ર પરિવાર વૃદ્ધિ પામે. વેપાર રેજગાર પણ વધવા લાગે. દેશ પરદેશમાં કીર્તિ પુષ્કળ વધી. આટલુ છતાં જયદેવ દરરોજ માતાપિતાનો વિનય નમસ્કાર સેવા ભક્તિ ચુકતો નથી. હવે એજ માતાપિતા હર્ષપૂર્વક હમારા કૂળને દીપક વિગેરે વિશેષણથી નવાજવા લાગ્યો, અને અભિનંદન આપ્યું. દિન પ્રતિદિન સંપત્તિ સાધન અને આનંદ વૃદ્ધિ પામ્યા. ખરેખર પુણ્યોત્કર્ષની અજબ લીલા છે.
દીક્ષાની જડમાં ધર્મ છે. બગીચે તૈયાર કર્યો હોય ત્યારે તે મહેનત પડે છે. પરંતુ ફળ ખાવા બધાં આવે છે. દીક્ષા થાય ત્યારે સંબંધ વગરનાને પણ કડવી લાગે છે. કયા ગામવાળાને ગુરૂ સાધુ નથી જોઈતા. “હમારા ગામમાં ચોમાસું પધારો” આમ આગ્રહ પૂર્વક વિનંતિએ સાધુઓને કરાય છે, છતાં થતા સાધુ નથી જોઈ શકતા. પરંતુ તૈયાર થયેલા સાધુઓ માટે જોરદાર વિનંતિ કરી છે. છોકરાને ડરાવે છે તે કેવી રીતે ? સોપ, ઘો વીંછીના નામે છોકરાને નથી ડરાવતા. “બાવા આવ્યા’ કહી છોકરાને ડરાવો છે. એજ છેકરા જ્યારે ભણી ગણું હોંશીયાર થાય ત્યારે હમારૂં ફળ અજવાળ્યું. જન્મ આપતી માતાનું દુઃખ જોઈ શક્તા નથી, પણ છોકરાને રમાડવા સહ કે ઈ તૈયાર છે. તેમ દીક્ષા લેતી વખતે કુટુંબના કલેશને કેટલાક આગળ કરે છે, પણ જ્યારે સાધુ શાસન પ્રભાવનાના કાર્યોમાં જીવન અપનાવે છે, ત્યારે તે સહુ કોઈ દેખી આનંદ પામે છે. કહેનારા કહે છે કે ખરેખર માતાના પેટે રત્ન પાક. છતાં કબીઓ દીક્ષા પાછળ કલેશ કરે તે પણ તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com