________________
[૨૬]
ધર્મરત્ન પ્રકરણ પીવા પહેરવા ઓઢવાનું કે નાટક સીનેમા સ્ત્રી પુત્રાદિના સુખો નથી, તો ત્યાં જઈને શું સુખ ભાવવાનું? ભવાભિનંદી છો, પુદ્ગલાનન્દી જવો, ઈન્દ્રીયારામિ-જીવો પગલીક સુખમાંજ સુખ માને છે. ઝેરનો કીડો ઝેરમાંજ સુખ સમજે, તેથી તેને જે સાકરમાં મુકીએ તો મરી જાય. તેમ ઈન્દ્રીયારામિ-આત્માઓને આત્મિક સુખ અનંત છે, છતાં તેમાં આનંદ ન આવે. ધર્મ રત્નનો નિયમ છે કે મોક્ષ માગે તેને મોક્ષ આપે જ. નવ તત્વની શ્રદ્ધા થઈ ન હોય, સમકિત થયું ન હોય તો પણ મોક્ષવાંછું–આત્માને એક પુદગલ પરાવર્તનમાં નિયમા મોક્ષ મળે. મોક્ષ જ જોઈએ તેવા આત્માને અર્ધ-પુદ્ગલ પરાવર્તમાં મોક્ષ મળે, એક વિચાર માત્રથી મોક્ષ મળે, તો પછી ચિતામણું રત્ન માંગેલી વસ્તુ જરૂર પુરી પાડે તેમાં નવાઈ શી? આ રબારી આરાધવાની વાત કોણે મુકીને, માંગીશ તે આપશે તેની વિચારણમાં ચઢી ગયો. “કુકડીનું મેં કૅપલી તેવી રીતે રબારી કહે છે, કે હું બોર કેળાં કચુંબર માંગુ તે મને આપશે ને ?, આ સાંભળી જયદેવને હસવું આવ્યું. આવા ઉત્તમ ચિન્તામણિની પાસેથી કેવી રીતે મંગાય ?, શું વસ્તુ મંગાય?, તેની ખબર નથી. એટલું જ નહિ, પણ આરાધના કરવી જોઈએ એ વાતની પણ આ ગમારને ગમ નથી.
ચિન્તામણિની આરાધના પાણી લેવા છીબુ-ઢાંકાણું લઈને ગયો, પણ છીબામાં કેટલું પાણું સમાય, લેવાની પણ રિતિ-નિતિ હોવી જોઈએ. રિંતિ ન હોય તો કંઈ ન મળે. એક શેઠ સાથે બીજા માણસે નકકી કર્યું, કે સરખા માપે તલ આપવા, બદલામાં તેટલું તેલ આપવું. લેવાના ઠામ અને લેવાની વસ્તુ વિચારવી જોઈએ. છીબામાં તલ ઘણા સમાય, પણ તેલ કેટલું ટકી શકે ? તેમ આ બિચારો રબારી ચિંતામણિ રત્ન પામે, પણ માગવાની રિતિનું ઠેકાણું ન હોવાથી જયદેવને હસવું આવ્યું. હસવું એમ આવ્યું કે રત્ન મારા હાથમાં તે ન આવ્યું, પણ તેના હાથમાં ટકવાનું નથી. જયદેવે ભરવાડને કહ્યું કે આમ વિચારાય નહિ. ત્યારે કેમ વિચારાય? અમ–ત્રણ ઉપવાસ લાગલગટ કરવા. ત્રીજી રાત્રી પુરી થાય એટલે જમીન લીંપી એક બાજોઠ ત્યાં ગોઠવી, ઉપર એક પવિત્ર વસ્ત્ર બીછાવી, તેને થાળમાં પધરાવી પ્રક્ષાલન કરવું. પછી સુંદર વસ્ત્રથી નિર્જળ કરી, ચંદનાદિક પદાર્થોથી પૂજા કરી, ઉત્તમ સુંગધી પુષ્પ ચઢાવવા, અને ધૂપ દીપક ત્યાં કરવા. પછી નમસ્કાર કરી આપણે જે ઈચ્છા હોય તેની માંગણી કરવી. એટલે તે વસ્તુ તરત મળી જાય. સજજડ રોગની ક્રિયાઓ કઠણ હોય છે, તો પછી ચિંતામણિની ક્રિયા કઠીન હેય જ. રબારીને “ત્રણ દિવસ ભૂખ્યા રહેવું વિગેરે બધો વિધિ કરવો અત્યંત આકરો લાગ્યો. જેનના બાળકને ચઉવિહાર આયંબિલ યાવત્ ઉપવાસ કરે પણ સહેલો પડે છે. ઈતર કોમના મોટા માણસને એક આંબેલ કરવાનું કહીએ તે એક કલાક પણ ભુખ્યો ન રહી શકે; તે શું કરે?, જયદેવે સહેલી વિધિ બતાવી છતાં ગોવાળીયાને આકરી લાગી. એક પહોર છાશ વગર કે રોટલા વગર જે ચલાવી ન શકે તેનાથી અમ શી રીતે બને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com