________________
દેશના સારાંશ.
[૨૧૯)
થાય તે જાનવરના વછેરામાં અને મનુષ્યનાં પુત્રમાં પૂરક ? જાનવર માટે પાંજરાપોળે છે. મનુષ્ય માટે તેમ નથી. જાનવર નકામાં થાય તે પાંજરાપળે મૂકી દઈએ. આપણે તે જંદગીના છેડા સુધી ઘરની ચિન્તા કરવાની અને મેલી જા ને વિસરજાને જાપ જપવાને. રાજીનામું દેવાની સ્થિતિ હજુ નથી આવી?
રાજીનામું અને રજા એ બેને પૂરક સમજે. શેઠ રાખવા માંગે અને આપણે રહેવું નથી, ત્યારે રાજીનામું આપ્યું ગણાય. રજા એને કહેવાય કે આપણે રહેવા માગીએ ને શેઠ રાખવા માગતા નથી, તેમ કુટુંબ રાખવા માગે અને આપણે રહેવું નથી. તે રાજીનામું દઈ કુટુંબ છેડતા શીખે. રજા દેશે અને છેવટે છોડવું પડશે તે તે કરતાં શા માટે જાતે રજા લઈને નીકળી ન પડવું? બેમાંથી એક પ્રકારે કુટુંબ તે છોડવું જ પડશે. પુત્ર એનું નામ કે માબાપને રજા દઈને જવાને વખત ન લાવે. મનુષ્યપણુની સંતતિ ડહાપણવાળી હોય. જાનવરમાં પણ પિતતાના બચ્ચાં પર દરેકને પ્યાર છે. પરંતુ મનુષ્યમાં વિવેક સાથે ડહાપણ વસવું જોઈએ. છોડવું છે, છુટવાનું છે, તે રાજીનામું કેમ ન આપવું? પુત્ર ભાર ઉતારનાર બને. હવે જયદેવ પુત્ર પિતાને ભાર ઉતારનાર છે કે ગધેડાના પુત્ર માપક ભાર વહેવડાવનાર છે તે વિચારીએ.
ચિન્તામણિ રત્નની શોધમાં. તે જયદેવ પુત્ર અતિશય ડહાપણવાળે હેવાથી, પિતે ઝવેરાત-રત્નની પરીક્ષા કરવાની કળા શીખે છે. ઝવેરાતની પરીક્ષા કરવાની કળા બે મહીનામાં શીખી ન જવાય. બાર વરસ સુધી શીખવાનું ચાલું રાખ્યું. એટલે બધે રત્ન-પરીક્ષામાં કાબેલ બની ગયે, કે ગમે તેવા રત્નની પરીક્ષા ઉંડાણથી કરી શકતે. યાવત્ ચિંતામણી રત્નના લક્ષણો પણ તેના જાણવામાં આવી ગયા. ચિંતામણીરત્ન તેજ કહેવાય કે જેનું તેજ બધા રત્નો કરતાં ચઢીયાતું હોય. ઉપર કે અંદર મેલ ડાઘ ન હોય. સર્વ પ્રકારે નિર્મળ હોય. રેખા પણ જેમાં ન હોય. એટલું જ નહિ પણ જેની પાસે એ રત્ન ગયું તેનું ધાર્યું કામ કરી આપે. ચિતામણીનું લક્ષણ જાણ્યા પછી બાકીના રત્નને પત્થર સમાન ગણવા લાગે. હવે જ્યદેવ ચિંતામણી રત્નમાંજ લયલીન બન્યું. બીજા રત્નને વેપાર કરતા નથી. ચિંતામણી રત્ન વગર પ્રયત્ન ન મળે. તલમાં તેલ છે પણ ઉદ્યમ ન કરે તે તેલ ન નીકળે, ભરેલા ભાજને પણ ભૂખ હઠાવી ન શકે. તેમ ચિંતામણી હેય તે લઈએ એમ બેસી રહી વાત કર્યા કરે, તેથી હાથમાં ન આવી જાય. તેથી તે મેળવવા માટે આખા નગરમાં બધે ઝવેરીને ત્યાં ફરી વળ્યું. દુકાને ફ્રકાને માલ જોઈ લીધું. ઘેર ઘેર પરી વળે. લગીર પણ કંટાળો લાવ્યા વગર આખા નગરમાં ફરી વળે. છતાં પણ મળ્યું નહિં હવે માતાપિતાને કહે છે, કે બહુ તપાસ કરી પણ ચિંતામણું રત્ન મળતું નથી. જે મનુષ્ય નવીન ચીજ મેળવવા ઈચછા રાખે, તેને કંટાળા સાથે સગાઈ ન પાલવે. તેથી વિચાર કર્યો કે હું પરદેશ જવું. માતાપિતાને પિતાના પરદેશ જવાને વિચાર જણાવ્યું. એટલે એકને એક વિનયવાળો પુત્ર, તેને પરદે શ કેમ મોકલાય. એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com