________________
[૨૨]
ધર્મરન પ્રકરણ
--
--
- - - - - - -
કહ્યું કે ઘેરબેઠા ટુકડો મળે તો બહાર ન જવું. વિગેરે કહી સમજાવે છે. છતાં પુત્ર માનતે નથી. એટલે કહે છે કે “ચિંતામણી વસ્તુજ જગતમાં નથી.” એમ કહી ઈષકારના પુત્રની માફક ભરમાવે છે. તે કુમારને માતપિતા કેવા ભરમાવે છે. તે વિચારીએ.
પુત્રોને ભરમાવનારાઓ. એક ઈષકાર નામને પુરોહિત છે. તેને એક સ્ત્રી છે. બંને સંતાન વગરના જીવન પસાર કરે છે. અને અફસોસ કરે છે. એક બાજુ બે દેવતાઓએ તીર્થકર ભગવાનને પ્રશ્ન કર્યો કે અમે અહીંથી આવીને ક્યાં ઉપજીશું? ઈષકાર પુરોહિતને ઘેર. હમને ધર્મ પ્રાપ્તિ સુલભ છે કે દુર્લભ? જવાબમાં કહ્યું કે ધર્મ તમને દુર્લભ થશે. બંને દેવતાઓ ધર્મની આટલી તીવ્ર ઈચ્છાવાળા છે. દુર્લભ સાંભળી, નિરૂત્સાહી ન બન્યા. નિબળતાને બહાને નિરૂત્સાહી હોય તે ઉદ્યમ છોડે. અહીં તીર્થકર સરખા કહે છે. બાધિદુર્લભ છતાં વિચારે છે. અહીં કાયર હોય તે શું થાય ? હવે તે બે દેવતાઓ સાધુરૂપ લઈને પુરોહિતને ત્યાં આવ્યા. ધર્મ સંભળાવે. હમને સંતાન થશે કે નહિ એમ પ્રશ્ન કર્યો. પ્રત્યુતરમાં કહ્યું કે
કરા થશે પણ દીક્ષા લેશે. તે દીક્ષા લે તે તમારે વિદનરૂપે આડા ન આવવું હવે શે ઉત્તર આપે? લાજે શરમે કહ્યું કે તે કાર્યમાં અમે આડા નહિ આવીએ. બંને દે ચાલી ગયા. ઍવીને અહીં જ પુરોહિતને ત્યાં બંને જગ્યા. હવે પુરોહિત અને પુરેહિતની સ્ત્રી વિચાર કરે છે. દીક્ષાની આડા ન આવવું અને સંતાન સાચવવા અને બંને કાર્ય કકસાઈપૂર્વક કરવાં. હવે શું કરવું? છોકરાં યાં સમજણું થાય કે બાવો આ લઈ જશે” તેવા સંસ્કાર પડાય છે તેનો અર્થ ? એવા જ સંસ્કાર પુરોહિતે તે છોકરામાં નાંખ્યા કે બાવાએ અર્થાત્ સાધુઓ છોકરાઓને ભરમાવીને લઈ જાય છે. અને મારી નાંખીને ખાઈ જાય છે. સાધુના પરિચયમાં જ ન આવવા દેવા આવા વેષવાળા છોકરાઓને ઉપાડી જાય છે. એવી ભડક છોકરામાં નાંખી. હવે જયાં સાધુને દેખે ત્યાંથી દેટ મૂકી બંને છોકરી ભાગી જાય. પરંતુ કેઈક વખતે સાધુને દેશના દેતા દેખ્યા ત્યારે માતા પિતાને કહ્યું કે, હમે તો સાધુને દેશના દેતા દેખ્યા, પણ મારતા ન દેખ્યા. પુરોહિતે દેખ્યું કે આ ફાંસો તો કપાઈ ગયે, અર્થાત્ ભરમ ભાંગી ગયો છે. હવે અહીં બીજો ફાંસે નહિ ચાલે. પછી પુરોહિત નો તુકકે ઊભું કરે છે, કે અહીં હવાપાણી ઠીક નથી, માટે જંગલમાં રહેવા જઈએ. જ્યાં સાધુનું આગમન ન થાય તેવા સ્થાનમાં રહેવા ગયા. શા માટે? દીક્ષાનું કહે તે ના ન કહેવાય. પણ દીક્ષાને રસ્તે નથી ચઢવા દેવા. રણના કીનારે બડાર રહ્યા. હવે ભવિતવ્યતા યોગે જગલમાં સાધુઓ ભૂલા પડી ગયા. માર્ગમાં ગોકુળમાંથી દહીં છાશ વહેરીને આગળ જાય છે. ત્યાં છોકરાઓએ સાધુને દેખ્યા, અને ભય પામ્યા. હવે તે સપડાયા નજીક મોટું ઝાડ હતું. તેના ઉપર બંને છોકરાઓ ચઢી ગયા. અને ઝાડ ઉપર સંતાઈ ગયા. હવે સાધુઓ પણ વૃક્ષ નજીક આવી તે ઝાડની નીચે દહીં, છાશ વાપરવા બેસે છે. સાધુઓએ ચારે દિશામાં દ્રષ્ટિ કરી કેઈ ન દેખાયા. હવે ઉપરથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com