________________
દેશના-૬.
પુદગલ સંબંધિના પ્રશ્નને નિરાકરણ યોગ્ય ગણ્યો.
रायगीहे जाव एवं वयासी-कइविहा णं भंते ! पोग्गला पन्नत्ता ?, गायमा ! तिविहा पोग्गला पन्नता, तं जहां पओगपरिणता-मीससा परिणता-वीससा परिणया । (सू. ३०९) ॥
રાજગૃહી એ ધર્મ-કેન્દ્ર હતું. શ્રીગણધર મહારાજાએ, શ્રીશાસનની સ્થાપના સમયે, ભાના ઉપકાર માટે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ-શ્રીભગવતીજી-સૂત્રના અષ્ટમ-શતકને અધિકાર અત્ર ચાલુ છે. ઉદેશામાં એટલે શતોના વિભાગમાં એટલે અષ્ટમ શતક દશ વિભાગમાં વહેંચાયું છે. એ દશ ઉદેશામાં કયા અધિકાર છે, તે સામાન્યથી કહેવાઈ ગયું છે.
પ્રથમ ઉદેશામાં પગલ-પરિણામ અધિકાર છે. દરેક દેશમાં રાજધાનીને અંગે અમુક શહેર કે નગર કેન્દ્ર હોય છે. એવા કેન્દ્રસ્થલમાં વિવેકી મનુષ્ય વગેરેને વાસ હોવાથી આસપાસના વર્ગ તે કેન્દ્ર ઉપર આધાર રાખે છે. વર્તમાનમાં જેમ ધર્મ, ઉદ્યોગ, વ્યાપારાદિ દષ્ટિએ અમદાવાદ અને મુંબઈ વગેરે અમુક શહેરે કેન્દ્રરૂપ હોય છે તેમ ભગવાન શ્રી મહાવીર દેવના સમયે મગધ દેશનું કેન્દ્ર (રાજધાની) રાજગૃહી નગરી હતું. ધર્મનું કેન્દ્ર પણ મગધ દેશમાં રાજગૃહી હતું. મગધ દેશમાં રાજગૃહી તથા નાલંદા પાડે મળીને ભગવાન શ્રી મહાવીર દેવનાં ચૌદ ચેમાસામાં (ચાતુર્માસ) થયાં છે. દેશ, કુલ, જાત, ક્ષેત્રના પ્રતિબંધવાળા ભગવાન નહતા. ભગવાન વાયુની માફક અપ્રતિબદ્ધ વિહારી હતા. ભગવાનને વિહાર જે તે નહતું. તેમને વિહાર જબ્બર હતે. ચંપાના ચાતુર્માસ પછી ભગવાન વિતભય ભેરામાં ગયા, અને ઉદયન રાજાને દીક્ષા આપીને પાછા ચંપાનગરીમાં ચાતુર્માસ કર્યું. કે જમ્બર વિહાર?, આ બનાવથી કેટલાક કહેનારા કહે છે કે, ભગવાન શ્રીસિદ્ધાચલજી આવ્યા હોય તે આટલામાં ગુજરાત કે સૌરાષ્ટ્રમાં) ચાતુર્માસ થવું જોઈએ, પરંતુ એમ નથી. ભગવાનનું ગુજરાત કાઠિયાવાડમાં થયું નથી. ભગવાનનાં ૪૨ ચમાસામાં એક પણ મારું ગુજરાત, સોરઠ, મારવાડ, કે માળવા આદિ દેશમાં થયું નથી. “શ્રીવીરવિજયજી તથા શ્રીરૂપવિજયજી જેવાએ કહેલું શું ખોટું?,” એમ બોલનારા ખેટે લવારે કરે છે. એમણે આવ્યાનું કહ્યું છે, ચાતુર્માસનું કહ્યું નથી. “વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન વગેરે આમાં ચાતુર્માસની વાત જ નથી. એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com