________________
દેશના-૩૧.
[૧૩]
કિયા બીજની કામ લાગતી નથી.
આદર્શના નિર્ણય પછી, અને પરિણતિની શુદ્ધિ પછી, આચરણની શુદ્ધિ જોઇએ. પારકી ક્રિયા કામ લાગે, એવું જૈનદર્શન માનતું નથી. કથંચિત્ જ્ઞાન પારકું કામ લાગે. એક ગીતાર્થનું સાધુપણું કહ્યું છે, તેવું ગીતાર્થની નિશ્રાએ પણ સાધુપણું કહ્યું છે, પરંતુ ત્રીજો માર્ગ શ્રીજિનેશ્વરદેવે વિહિત કર્યો જ નથી. જ્ઞાનને અંગે જ્ઞાનીની નિશ્રાએ અજ્ઞાનીનું સાધુપણું માન્યું ભલે, પણ અવિરતિ એવા જીવનું સાધુપણું સાધુની નિશ્રાએ માન્યું જ નહિ. જ્ઞાન બીજાને આલંબન આપે છે, પણ કિયા અન્યને આલંબન રૂપ થતી નથી. કાયદે જાણનાર વકીલ સલાહ આપશે, પણ દ્રવ્ય આપશે નહિ. ઉચા આદર્શને માનવા છતાં, વર્તાવ ઉંચો ન હોય તે નવચૈવેયક મેળવી શકતા નથી; માટે નવરૈવેયક મેળવવા વર્તાવ ઊંચે જોઈએ. પંચ મહાવ્રત પાલનારા, મહાવ્રતની આડે આવનારા કઈ પણ કારણની દરકાર નહિં કરનારા, અને શારીરિક સંગોની પણ બેદરકારી રાખીને સંયમ સાચવે, એવા આત્માઓ નવરૈવેયકે જઈ શકે છે. દેવલોકમાં રૈવેયકના નવ ભેદ છે મનુષ્પાકારરૂપચૌદ રાજલોકમાં રૈવેયકના વિમાન ગ્રીવાના સ્થાને છે. ગ્રીવા સ્થાને સ્થિત એવા તે તે રૈવેયકના જીવની માન્યતામાં ભિન્ન ભિન્ન માન્યતા હોય છે. કેટલાક માત્ર મનુષ્યને જીવ માને છે, કેટલાક માત્ર હાલે ચાલે તેને જીવ માને છે; પરંતુ જેને તે છએ કાયને જીવ માને છે. એ છએ કાયના જીવની રક્ષામાં શરીરની પણ સ્પૃહા ન ધરાવાય, તેવી રીતિએ સંયમ પાલનારાઓ નવયક દેવકને હસ્તગત કરી શકે છે. ગઈ કાલે જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ; એ ત્રણેયમાં જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ પુણ્યબંધના ભાંગા એ નવ ભેદની વિચારણા કરી ગયા. અને તે જ આધારે પૂલ પ્રાપ્તિમાં ભિન્નભિન્ન સ્થાનરૂપે પણ નવ ભેદ પાડ્યા.
અનુત્તર એવું નામ શાથી?
શ્રદ્ધાશુદ્ધિ કર્યા પછી, અને વર્તનની શુદ્ધિ કર્યા પછી પણ કેટલાક જીવ પ્રમાદી હેય છે. છકાય રક્ષાને અંગે પંચમહાવ્રત પાલનમાં વાંધો નડુિ, પણ જરા અનિષ્ટ ગંધ આવતાં “અરર!” કરી દે આનું નામ પ્રમાદ, અને આવા પ્રમાદી અને પ્રમત્ત સંયમ ગુણસ્થાનક હોય છે. હવે જે જી સંયમમાં પ્રમાદને ત્યાગ કરે, વિષય-કષાય–પ્રમાદમાં ન પડે, અને શુધ્ધ સમ્યકત્વ સાથે પ્રતિજ્ઞા પાલન કરતાં હોય, તેવા જ અનુત્તર વિમાનમાં ઉપજે છે. જેનાથી ઉત્તર એટલે શ્રેષ્ઠ ચઢીયાતું સ્થાન ચૌદ રાજલકમાં બીજું નથી, માટે જ તેનું નામ અનુત્તર છે. ચૌદ રાજકમાં ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ અનુત્તર વિમાનની છે. ઉંચામાં ઉંચે એ દેવલેક છે, તેનાથી આગળ બીજે દેવક નથી; અને તે પછી આગળ સિદ્ધશિલા છે.
કેટલાક એમ માને છે કે સિદ્ધશિલા ઉપર જીવ નથી, પણ નજીકમાં તે પદાર્થ હેવાથી તેનું નામ સિદ્ધશિલા કહ્યું છે. આકાશમાં પદાર્થને દેખાડવા જેમ દષ્ટિને ઝાડની ટોચે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com