________________
દેશન-૪૪,
[૧૯] નારકીએ, વાયુકાયના છ ભવ-સ્વભાવથી જ ક્રિય પુદગલે ગ્રહણ કરે છે, અને તેને તેવા શરીરપણે પરિણાવે છે, ત્યારે મનુષ્યમાં તે નથી. મનુષ્યને લબ્ધિથીજ ઉક્રિય શરીર બને છે, પણ લબ્ધિ જોડે નામ કર્મ જરૂર જોઈએ. વૈક્રિય લબ્ધિ ઉત્પન્ન થઈ હોય તે પણ કર્મને ઉદય હેય તેજ, લબ્ધિથી વૈક્રિય શરીર બનાવી શકે છે; પણ મનુષ્યમાં તે શક્તિ સ્વભાવિક નથી. તેમનામાં ઓરિક, તેજસ્ તથા કાર્માણ માટેની શક્તિ સ્વાભાવિક છે પાંચમા શરીરનું નામ આહારક શરીર છે. ક્ષાપશમિક ગુણ જબરજસ્ત થયે હેય, અને લબ્ધિ થાય, તથા આહારક નામ કર્મને ઉદય હોય, તે આહારક શરીર બને છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થયે હાય, લબ્ધિ થઈ હોય, અને નામકર્મના ઉદય હોય તે વૈક્રિય કે આહારક શરીર બનાવે.
સંસાને ધર્મલાભ?
અંબડ પરિવ્રાજક સુલતાથી સમ્યકત્વમાં દઢ થયે હતો. એ પરિવ્રાજક કેઈક વખત જૈન ધર્મમાં સ્થિર થયે, અને કઈ વખત ખસી ગયે. ગંગા ગયે ગંગાદાસ, જમના ગયે જમનાદાસ જેવી તેની હાલત હતી. જ્યાં ગંગા જમના નદી મળે છે, ત્યાં કેટલાક પંડયાઓ ગંગાના કાંઠે હક ધરાવતા હોય છે, કેટલાક પંડયાએ જમનાના કાંઠે હક ધરાવતા હોય છે. કેટલાક પંડયા એવા હોય કે કઈ વખત ગંગાને કાંઠે શ્રાદ્ધ સરાવે, અને કોઈક વખત જમનાને કાંઠે શ્રાદ્ધ સરાવે. એ પંડયાએ પિટના નામે ફાવતું બોલે છે; કાંઈ શાસ્ત્ર બોલતું નથી. એ કહેવત ભૂલ તે કેટલાક પંડયાઓની આવી સ્થિતિ હેઈને પંડ્યાઓએ કાઢી છે, પરતુ અનવસ્થિત સ્થિતિ જણાવવા આ કહેવત શરૂ થઈ છે. અંબડ પરિવ્રાજક પણ અસ્થિર મનને હતે નાનાં બાલકના હાથમાં પંડે હોય પણ જે રમકડું સારૂં આપીએ તે પંડે મૂકી દે. પછી સુશોભિત ઘંટડી આપીએ તે રમકડું મૂકી દે છે. એ બાલકનાં મનમાં દકતા નથી, પણ ચાંચભ્ય છે. ઘડીકમાં માને વળગે અને ઘડીકમાં ધાવ માતાને વળગે. અંબડ પરિવ્રાજકની કઢંગી હાલત પણ તેના મનની ચંચલતાને લઈને હતી.
એક વખત તેણે ભગવાન શ્રી મહાવીર દેવને વંદનાદિ કરી કહ્યું -“ભગવાન ! હું રાજગ્રહી નગરી જાઉ છું” ભગવાને તેની ચંચલતાને દેવ ટાળવા, ધર્મમાં દઢ કરવા, સુદઢ મનવાળી સુલતાને પરિચય કરાવવા, તેને કહ્યું કે “સુલતાને ધર્મલાભ કહેવા.” માર્ગમાં અંબડ પરિવ્રાજક હદયગત વિચાર કરે છે, શ્રેણિક સરખા રાજાને ધમ લાભ નહિ, અભયકુમાર સરખા મંત્રીને ધર્મલાભ નહિ, ધનાશાલિભદ્ર જેવા શ્રેષ્ઠિઓને ધર્મલાભ નહિ; અને આ સુલસા શ્રાવિકાને ભગવાને ધર્મલાભ કહેવરાવ્યા, માટે જરૂર પાત્ર વિશિષ્ટજ હેવું જોઈએ, છતાં તપાસ કરવામાં શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com