________________
•
1.
દેવાના-૪૮.
[૧૯૫] થાય, ત્યાં સુધી અપ્રત્યાખ્યાનીના કષાયો પુષ્ટ થવાના જ છે. પાપકર્મ ન કરવાની વિધિપૂર્વક પ્રતિજ્ઞા ન કરે, અર્થાત્ વિરતિ ન લે ત્યાં સુધી કર્મથી બચી શકાતું નથી. અવિરતિનું વર્તન તે કર્મ બંધનું કારણ છે. જે આકાશ પ્રદેશમાં કર્મ રહેલાં છે, ત્યાંનાં કર્મો આત્મ પ્રદેશને વળગે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા યોગ ખસ્યા વિના કર્મબંધન અટકતું જ નથી. શ્રી સિદ્ધભગવતેમાં મિથ્યાત્વાદિ ચેકડી ન હોવાથી તેમને કેમ વળગતાં નથી. સિદ્ધના જીમાં તથા સંસારી જેમાં દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી ફરક નથી. અસંખ્યાત પ્રદેશી જીવ સિદ્ધનો કે સંસારી, એક સ્વરૂપે જ છે. અને એ બેમાં ફરક ભાવસ્વરૂપે નથી. શ્રી સિદ્ધભગવતે મિથ્યાત્વાદિ પરિણતિ વિનાના છે, અને સંસારી જીવે તે ચેકડીવાળા છે, અને તેથી સંસારી જીવે કર્મ બાંધે છે. હવે એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધીને ફરક ઈન્દ્રિયના લીધે કેવી રીતે છે તે અંગે અગ્રે વર્તમાન.
દેશના ૪૮.
પુદ્ગલ-પરિણામ તમામ પર્યાપ્તિને આરંભ સાથેજ છે, અને પૂર્ણાહુતિ અનુક્રમે છે.
બીજા કર્મોને પલટાવી શકાય છે, પણ આયુષ્ય કર્મને પલટે થતું નથી.
શ્રી ગણધર મહારાજાએ, શાસનની સ્થાપના સમયે, ભવ્યાત્માઓના ઉપકારાર્થે, શાસન પ્રવૃત્યર્થે રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાંને પુદ્ગલ–પરિણમન અધિકાર ચાલુ છે.
છની એકેન્દ્રિયાદિ પાંચ જાતિ છે. ૧. એકેન્દ્રિય, ૨ બેઈન્દ્રિય ૩ તેઈન્દ્રિય ૪ ચરિન્દ્રિય; અને ૫ પંચેન્દ્રિય. છએ તે તે જાતિમાં પુદગલે ગ્રહણ કર્યા, તેથી પાંચ જાતિના
તે તે અપેક્ષાએ ગણાયા. તેમાં દરેકમાં પર્યાપ્તા તથા અપર્યાપ્તા એવા બબ્બે ભેદ છે. શક્તિ મેળવનારા વર્ગને એક ભેદ, અને બીજે ભેદ, જેણે છએ શક્તિ (પર્યાપ્તિ) મેળવી છે તે, અને તેથીજ શાસ્ત્રકારે તેને જ અપર્યાપ્તા તથા પર્યાપ્ત કહે છે. આ બન્ને પ્રકારના જીવો દરેક ક્ષણે પગલે ગ્રહણ કરે છે. ખોરાક તથા હવાના ગ્રહણ કરેલાં પુગલેને જેમ સાત ધાતુ તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com