________________
[૨૮]
નારકી ગતિ અને કરનારના વૃષણ છેદ કરે છે. તથા કાંટાળા ઝાડ સાથે બાથ ભીડાવે છે, તપાવેલી પુતળી સાથે આલિંગન દેવડાવે છે. એવી જ રીતે મહારંભી, મહા પરિગ્રહી, કોબી, માની, માયી, લેભી દ્રષી, આત્માઓના જન્માંતરના પાપો યાદ કરાવી કરાવીને તેવા પ્રકારનું દુઃખ ઉન્ન કરી પૂવ કર્મના વિપાકેનું પૂળ ભેગાવે છે. જ્યાં શબ્દ રૂપ રસ ગંધ કે સ્પર્શનું લગીર પણ સુખ હોતું નથી, તેવા નરકાગારમાં વાસ કરે પડે છે. આયુષ્ય પણ નિકાચિત હોવાથી આપઘાત કરવા માંગે તે પણ મરી શક્તા નથી.
જે માતા, પિતા, પુત્ર, સ્ત્રીઓ માટે, ધન ઉપાર્જન કરવા પાપ હિંસા કરી હતી, તે સનેહી માતા, પિતા, પુત્રાદિકના નેહ વગરને મનહર વિષય વગરનો કહેલા જાનવરની દુર્ગધથી અધિક દુર્ગધીવાળા સ્થાનમાં શયન કરે છે.
માંસ, પેશી, પરૂ, આંતરડા હાડકાવાળું વિષ્ટામય દેખાવાથી ચીતરી ચડે તેવા, વળી હાહારવ આકંદન રડારોળના શબ્દોથી ભયાનક એવા નરકસ્થાનમાં સાગરોપમ સુધીના આયુષ્ય ભોગવવા પડે છે. કેટલાક પરમાધામીઓ હાથ પગ સજજડ બાંધી આંખે પાટા બાંધી પેટમાં હથીયાર ભોંકીને માંસ બહાર કાઢે છે. વળી કેટલાક શરીરની ચામડીમાંથી વાધરો બળાત્કારથી ખેંચે છે. નીચેની ચાર નારકીઓમાં બીજા નારકીના છ બાહને મૂળમાંથી છેદી નાંખે છે. તેમજ મોં ફાડીને મોટા પ્રમાણમાં તપેલા લેઢાના ગોળા ભરે છે. તપેલી ભૂમિ પર ચાલવાથી દાઝતા દીન સ્વરથી આકંદ કરનારા નારકોને ગળીયા બળદને જેમ આર મેં કે, તેમ તપાવેલી અણીદાર પણ ભેંકે છે. વળી કેટલાકને ટુકડે ટુકડા કરી લેઢાના ખાણીયામાં ઉધે મસ્તકે રાખી ખાંડે છે. કેટલાકને પગ સાથે બાંધી ઉંધે મસ્તકે લટકાવી ચંડાલે પાસે કાગડા ગીધની વજ જેવી ચાંચથી ભક્ષણ કરાવે છે. વળી શરીર હતા તેવા બની જાય છે. ત્યાં ચાહે તેવા શરીરના ટુકડા કરવામાં આવે તે પણ, જેમ ભાજનમાં પારે છુટો પડેલે હેય, પરંતુ લગીર ભાજન હલાવે તે એકમેક બની જાય છે. અથવા નદીના પાણીમાં લાકડી મારી વિભાગ પાડીએ તે તરત મળી જાય તેમ નારકી જીના શરીરમાં પણ એવું જ બને છે. મોટી સળગતી ચિતામાં પણ નાંખે તે ઘી માફક ઓગળી જાય, પણ પ્રાણથી વિયેગરૂપ મૃત્યુ કદાપી તે વેદનાથી થતું નથી. વળી હાથી, ઉંટ, ગધેડા, ઘેડા, બળદ, પાડાને જેમ ઘણો ભાર ભરી ચલાવે, ન ચાલે તે અંકુશ આર કે ચાબુકથી શિક્ષા કરે, તેમ નારકેના ઉપર ગજા ઉપરાંત ભાર ભરીને ચલાવરાવે, ન ચાલે તે મર્મ સ્થાનમાં આકર માર મારે. પરાધીન બીચારો એને કાંટા કાચના જેવી કાંકરાવાળી લેહી રૂધીરથી ખરડાયેલી ચીકણું બીહામણી જગો પર બળાત્કારે ચલાવે, એમ કરતાં મુછ પામે, રસ્તામાં પડી જાય તે શરીરના ટુકડા કરી નગરમાં બલી નાંખે તેમ એક ટુકડે પૂર્વમાં એક પશ્ચિમમાં એક ઉત્તરમાં એક દક્ષિણમાં ઉપર નીચે વિદિશામાં ફેંકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com