________________
-- .
-
* ---
--
----- -
[૧૪]
ધર્મરન પ્રકરણ એટલે જન્મ થે. જીવનું જનમવાનું ક્યાં થાય? શા કારણથી થાય ? તે સમજવું જોઈએ. ચારે ગતિમાં જમે છે. ચાર ગતિ સિવાય જીવને જનમવાનું બીજું કઈ સ્થાન નથી. સર્વ કાળ, સર્વ ક્ષેત્ર, સર્વ ભાવને અંગે ચાર ગતિમાં જનમવાનું છે જેમાં, નારકી-તિર્યંચ મનુષ્ય અને દેવતાપણે જેમાં જનમવું થાય તે ભવ.
હવે ચાર ગતિમાં કોઈ પૂછે કે નારકી ગતિને પ્રથમ કેમ લીધી? ઉચું પદ પ્રથમ બોલાય. “રાજા પ્રધાન શેઠ વાણોતર આવ્યા.” એમ બોલાય. પણ પ્રધાન રાજા કે વાણેતર શેઠ આવ્યા” એમ ન બોલાય. તેમ બોલે તે વિવેક વગરને ગણાય. તેમ અહીં નોરકી આદી બોલતા શું વિવેક સાચવવાને નહિ?
તારી શંકા સાચી, પણ સહેજ વિચાર કર. બે વસ્તુ કહેવી હોય ત્યારે મુખ્ય ગૌણ કહેવાય. પરંતુ ઘણી વસ્તુ કહેવાની હોય ત્યારે મુખ્ય ગૌણને નિયમ ન રહે. જીવોને પાપથી ઉગારી ઉચે રસ્તે ચડાવી, મોક્ષમાં સ્થાપન કરવા, તે પાપથી બચાવવા માટે નારકીના દુઃખે સમજાવવામાં આવશે, તેજ પાપથી મુકત થશે. પાપના ફળો ખ્યાલમાં લાવી પછી તિર્યંચ, મનુષ્ય, દેવતા એ ક્રમે જણાવ્યા. એ ચાર ગતિ રૂપે જીવની ઉત્તિ જણાવી, તે ચાર ગતિરૂપ ભવ અગર સંસાર છે.
પ્રાણીઓ પોતપોતાના કર્મોનુસાર જન્મે એવું કોઈ સ્થાન તે ભવ. ન સમજે વ્યાકરણ, અને ન સમજે તે અભિધેય. એવા બેલી નાંખે કે “સમ્યફસાર છે તે સંસાર.” એમ અજ્ઞાનથી બોલનારાએ સમજવાની જરૂર છે કે સ૬ ઉપસર્ગ છે, તે તે હંમેશાં ધાતુ સાથે જોડાય છે. શબ્દોની સાથે જોડાતો નથી. તે ઉપસર્ગ નામની સાથે સમાસ ન પામે.
=ધાતુએ સરકવું, ખસવું, ભટકવું અત્યંત સરકવું વિગેરે ૧૪ અર્થમાં આવેલ છે. ૧૪ રાજકમાં તમામ સ્થાને અશાશ્વતાં છે. સર્વાર્થસિદ્ધનું સ્થાન પણ અશાશ્વતું છે. જેને સરકવાનું કે લપસવાનું સ્થાન ગણીએ એ સંસાર. ભવ કહો, સંસાર કહે તે ચાર ગતિરૂપ છે.
સંસાર સમુદ્ર આ સંસાર-ભવ તેને જળધિ કેમ કહ્યો? પાણી જેમાં ધારણ કરાય તે જલધિ. તે સંસાર અને જલધિ તેને સંબધ શી રીતે ? તે માટે કહે છે કે-જન્મ જરા મરણ જડ એટલે જન્માદિને પાણી રૂપે ગણે તે સંસારને જલધિ રૂપે ગણી શકાય. કારણ કે રહ્યોરમેનિત્તિ ૩ અને ૪ને અભેદ વૈયાકરણ સ્વીકારે છે. તેથી જન્મ-જરા-મરણ આધિ વ્યાધિ ઉપાધિરૂપ જડ તે જલ રૂપજ છે, અર્થાત્ સંસાર સમુદ્ર જેવો છે. આવા ભયંકર પાર વિનાના સંસારમાં આપણે વહી રહ્યા છીએ. અનાદિ કાળથી તણાઈ રહ્યા છીએ. અહીં શિષ્ય શંકા કરે છે, કે હમે જનમ્યા છીએ. માતાનું દુધ પીધું છે, ધૂળમાં આળેટયા છીએ, જન્માવસ્થા, દુધ પીવાની અવસ્થા, ઘડીયાની અવસ્થા યાદ નથી. આ આ જન્મની વાતને ખ્યાલ આવતું નથી, એટલું જ નહિં પણ પણ નવ મહીના સુધી ગંધાતી માતાની કુક્ષીમાં ઉધે મસ્તકે લટકયા, તે ખ્યાલ પણ આવી શક્તો નથી. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com