________________
[૧૨]
નારકી ગતિ અને તેના દુઃખો. ધન ધાન્ય ૩૫, સેનું દરેક જાતની ધાતુ, રત્ન, રાજ્ય, સ્ત્રી વિગેરેના મોટા પરિગ્રહને ધારણ કરી તેમાં અતિશય મમત્વ બુદ્ધિ રાખે. જેમ કે સુભૂમ બ્રહ્મદત ચક્રવતી, રાવણ, મમ્મણશેઠ, નંદરાજા વિગેરે પાપરુચિવાળા રાત દિવસ પાપ કરવાની ઈચ્છાવાળે, સુકૃત કરવાની ઈચ્છા તે ન થાય, પણ બીજા દાન પુન્ય કરતાં દેખી અંદરથી બન્યા કરતો હોય. તીવ્રકાધી મડા ક્રોધ કરનાર, લગીર લગીર બાબતમાં મગજ ગુમાવનાર તથા વાઘ, સર્પો વિગેરે પ્રાણીઓ. નિ:શીલ, પરસ્ત્રી લંપટી, પનારીના બળાત્કારે શીલખંડન કરનાર, તેમજ ચેર, ધાડ પાડનાર વિશ્વાસઘાત કરનાર, રાત્રિભોજન અને અભક્ષ્ય ભક્ષણ કરનાર, શૈદ્ર પરિણામી, ખરાબ અશુભ ધ્યાન કરનાર, રૌદ્ર ધ્યાન ધરનાર હિંસાનું બંધી ધ્યાન ચાલ્યાજ કરતું હોય જેમને તેવા બીલાડી, ગોડી, તંદલીયો મસ્ય, તેમજ બીજાની વસ્તુ ચોરવાની પડાવી લેવાની કે લુંટવાની ધારણવાળાઓ આખો દિવસ અશુભ વિચારણાઓજ ડિસાદિકની ચાલતી હોય.
આવા જીવો અશુભ પરિણામના લીધે અતિકર અશુભ દયાનમાં દાખલ થઈ નરકનું આયુષ્ય બાંધે છે. નરકમાં ઉન્ન થાય છે. મહાદુઃખમાં લાંબા કાળ સુધી રીબાયા કરે છે. કોઈ દુઃખમાંથી બચાવતું નથી. વગર આંતરાએ દૂ:ખની પરંપરા એક પછી બીજી ઉભી થયાજ કરે છે. કેટલાક લઘુકમી નારકો તથાવિધ શુભ સામગ્રી મેળવીને સમ્યકત્વરત્ન પણ પામી શકે છે. તેમજ કેઈક ક્ષાયિક સમ્યકત્વ સહિત અહીં આવેલ હોય તે જિનેશ્વરાદિકના ગુણની પ્રશંસા અનુમોદનાથી તેમજ પ્રભુના કલ્યાણક કાળે શાતાને અનુભવે છે. વળી કંઈક વિશુદ્ધ જ્ઞાનના ગે સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી, પૂર્વના પાપને પશ્ચાતાપ કરતાં ભગવાનના શાશનને રાગ વધતાં તીર્થકર નામ કમ ઉપાર્જન કરે. દરેક નારકીને ભવ પ્રત્યયિક અવધિ અગર વિભગ જ્ઞાન હોયજ.
પૂર્વે જણાવેલા નારકીના દુઃખ વિશે સાંભળીને, વિવેકી બુદ્ધિશાળી આત્મા કોઈપણ ત્રણ સ્થાવર જીવની હિંસા ન કરે, જુઠું ન બેલે, વગર આપેલી વસ્તુ ગ્રહણ ન કરે, મૈથુન ન સેવે. પરિગ્રહનો ત્યાગ કરે. સમ્યકત્વ દઢ કરે. તેમજ કોધાદિક કષાયોને આધીન ન બને. એવી જ રીતે તીર્થંચ મનુષ્ય અને દેવગતિમાં પણ અનેક પ્રકારના પરાધીનતા જન્મ જરા મરણ ઈષ્ટ વિગ, અનિષ્ટ સંગ, આધિ, વ્યાધિ, ઉપાધિ તેમજ દેવલોકમાં પણ પર સંપત્તિ રિદ્ધિ દેખી ઈર્ષ્યા આદિન દુઃખે, મરણ કાળે પિતાના વિમાન દેવી વિગેરે છોડીને અશુચી બીભત્સ દૂર્ગધી અંધારા સ્થાનમાં જન્મ લેવું પડશે, ઈત્યાદિક અનેક દૂખાવાળે આ સંસાર સમજી સર્વ દુઃખથી રહિત સાદિ અનંત કાળનું પરમાનંદ સુખ માત્ર મોક્ષમાં જ છે, એમ સમજી સંયમ અનુષ્ઠાનમાં રક્ત બની, સર્વ કર્મને ક્ષય કરી સિદ્ધિ સુખના ભાજન અને એજ અભિલાષાએ લેખ સમાપ્ત કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com