________________
_
.
. . . . -
-
-..
દેશના થારાંશ.
[૧૫]. પછી ગયા ભવની, કે તેથી આગલા ભવની, કે અનાદિની વાત હમારે શી રીતે ખ્યાલમાં લાવવી?
બીજા કુર ન્યાયે સંસાર ભેંસ આગળ ભાગવત વાંચવામાં તવ ન નીકળે, તેમ આ ભવ કે ગયે ભવ ન જાણનાર પાસે અનાદિની વાત કરે તેમાં તત્વ શી રીતે નીકળે? આવી વાત કરનારા શ્રોતાઓને સમાધાન આપે છે. એક દાણે હાથમાં લઈએ, હવે તમને પૂછીએ કે આ દાણો કેણે વા ? કેણે લયો? કયા ખેડુતે કયા કેડારમાંથી લાવી ક્યા ખેતરમાં કયે દિવસે વાવ્યો? એ બધું આપણે ભલે ન જાણુએ, છતાં બીજ અંકુર વગર અને અકુર અગાઉના બીજ વગર ન હોય. તેમ બીજાંકુરની પરંપરા અનાદિથી છે. એની શકિતના વિચારમાં બીજથી અંકુર અને અંકુરથી બીજ અનાદિથી પરંપરા ચાલુ જ છે. નહિતર અંકુર વગર બીજ થાય છે, અને બીજ વગર અંકુર થાય છે તેમ માનવું પડશે. જેમ બીજ અંકુરની પરસ્પર અવસ્થા સમજવા માટે અનાદિથી ઉત્પત્તિ માનવી પડે છે. તેમ જન્મ પ્રત્યક્ષ છે. તે જન્મ કર્મ સિવાય બને નહિ. કર્મ પહેલાના જન્મ સિવાય બને નહિ. બીજાંકુર ન્યાયે જન્મ કર્મની પરંપરા અનાદિની માનવી જ પડે છે. ઉપરોક્ત નિયમાનુસાર આ જીવ અનાદિથી સંસાર સમુદ્રમાં વહી રહેલે છે. એમ વહેતાં વહેતાં દુર્લભ મનુષ્ય ભવ અનાયાસે મળી ગયો. યાવત્ પૂર્વનાં પુણ્ય કર્મથી ઉત્તમ કુળ ક્ષેત્ર શરીર ઈત્યાદિક ફલે પણ મળી ગયા. આ દુર્લભ વસ્તુઓ સિધ્ધ થઈ ગઈ
મનુષ્ય ભવ પ્રતિ દુર્લક્ષ. - હવે સાધ્ય ચીજને અંગે વધારે ઉપદેશની જરૂર છે. ધર્મરત્નની પ્રાપ્તિ હજુ સાધ્ય છે. ગુણરૂપી વૈભવ હોય તેજ ધર્મ રત્ન મેળવી શકાય. તુછ વૈભવવાળા રત્ન ખરીદી ન શકે. તે પછી ચિંતામણી રત્ન તે કયાંથી ખરીદી શકે ? માટે ગુણ વૈભવની પ્રથમ જરૂર. શ્રીમંત ઝવેરીના પુત્રને ઝવેરાત જન્મથી હેજે મળી ગયું છે. તેને ઝવેરાત મેળવવાની મુશ્કેલીની ખબર પડતી નથી. એક વખત અકબર બાદશાહે બીરબલને પુછયું કે “આ ભીખારી આટલે બધે દુર્બલ કેમ છે?” “સાબ ઉર્ફે ખાનેકું નહીં મીલતા હે,' બાદશાહ કહે કે બેવકુફ છે. ખાનેકા ન મીલે તે ખાજા ભુકા ખાવે, મગર ભુખ્યા કયું રહે !” ખાજાને ભુકો ભીખારીને મળવા કેટલે મુશ્કેલ તે પાદશાહને ખબર ન પડે. પાદશાહને અખંડ ખાજુ પીરસાય, ભુકે ન પીરસાય. રાજાને ખાજી મળવું સહેલું છે. ભીખારીને તેને ભુકો પણ મુશ્કેલ છે. તેવી રીતે આપણને મનુષ્યપણું મળી ગયું એટલે તેની કીંમત નથી. તેની મુશ્કેલી ધ્યાનમાં નથી. જગત તરફ દષ્ટિ રાજા કરે તે દુનિયામાં ગરીબને લેટ મેળવો મુશ્કેલ તે ખાજાની શી વાત? આપણે મનુષ્યપણું પામ્યા એટલે હવે દૂર્લક્ષ થઈ ગયું છે, પણ જગતમાં મનુષ્ય પણું દૂર્લભ છે. આપણે પાદશાહના ખાજાના ભુકા જેવી મનુષ્યપણાની વસ્તુ સમજેલા છીએ. પાદશાહ દૂનીયા તરફ નજર કરે ત્યારે માલમ પડે કે જગતને આટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com