________________
----
-
-----
---
[૨૦૨]
નારકી ગતિ અને મરણાધિક દુઃખ અનેક વખત અનુભવવું પડે. અને આયુષ્ય પણ એવું ત્યાંનું લાંબુ માનવું પડે, કે જેથી તમામ શિક્ષોએ ત્યાં પુરી કરી શકાય. એવી જ રીતે શુભ કર્મનું ફળ પણ ઉત્તમ અને દીર્ઘકાળ સુધી ભગવાય તેવા સ્થાને પણ સાથે સાથે માનવાજ પડે. તેવા સ્થાને દેવકનાં છે.
હવે પ્રસ્તુત આપણે અધિકાર નારકી વિભાગ સંબંધી હોવાથી આગળ ચાલીએ. દરેક મતના શાસ્ત્રોમાં નારકી તે મનાયેલી જ છે. તેમાં સર્વજ્ઞ ભગવતેએ યથાર્થ નારકીનું સ્વરૂપે જણાવેલ છે. તે સંબંધી શાસ્ત્રોમાં કયાં કયાં શું શું વર્ણન જણાવેલું છે તે જેટલું જેટલું જ્યાંથી જાણવા મળેલું છે તેને ટુકે આ મારી બુદ્ધિ અનુસાર પરિચય આપવા પ્રયત્ન કરીશ.
नारकदेवानामुपपात तत्वाः ( अ. २ सू ३५) नारकसंमूर्छिनो नपुंसकानि (२-५०) नारकणा च द्वितीयादिषु (४-३४) बहारंमपरिग्रहत्वं च नारकस्यायुषः (६-१६) ઉપરોક્ત તત્વાર્થ સૂત્રમાં જણાવ્યા પ્રમાણે ઘણું જગો પર નારક શબ્દ આવે છે.
હવે નરક શબ્દના નિક્ષેપ વિચારીએ, નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એમ છ નિક્ષેપ જણાવ્યા છે. નામ સ્થાપના તેમજ દ્રવ્યના કેટલાક નિક્ષેપ ચાલુ પ્રકરણમાં તેટલા ઉપયોગી ન હોવાથી ઉપેક્ષા કરી, જરૂરી માત્રને વિચાર કરીએ, દ્રવ્યનારક તેને કહેવાય કે અહીં મનુષ્યગતિ કે તિર્યંચગતિમાં જે આત્માએ નરકગતિમાં અનુભવવા પડે તેવાં દુઃખના કારણભૂત પાપકર્મ બાંધે છે. અહીંથી મરીને જેઓ કાલસૌકરિક કાળીએ કસાઈ સુભૂમ બ્રહ્મદત્ત ચક્રવર્તિ વિગેરે મરીને નરકે જવાના તે દ્રવ્ય નારકે કહેવાય. અથવા તે અહીંજ એવી છે કે નિવાસ સ્થાને એવાં છે કે જ્યાં રહેનારાઓને ભય, દુઃખ, ત્રાસ ઉપદ્રવ ઘણું વેઠવા પડતા હોય. તે પણ દ્રવ્ય નાર ગણાય છે.
ક્ષેત્રથી કેડે હાથ રાખી વૈશાખ સંસ્થાને ઉભા રહેલા પુરૂષાકૃતિ સમાન ૧૪ રાજલેકમાં તિર્જીકની નીચેના ભાગમાં નીચે નીચે પહેલી એવી સાત નારકીઓ છે. તેમજ કાલ મહાકાલ રોરવ મહારૌરવ અપ્રતિષ્ઠાનાદિ નામના ૮૪ લાખ પ્રમાણ નરકાવાસાએ છે.
કાલ નરક તેને કહેવાય કે જે નારકીની જેટલી સ્થિતિ (આયુષ્ય કાળ) હોય. ભાવ નરક જેઓ નારકીનું આયુષ્ય ભેગવી રહ્યા છે તેમજ નારકીના દુખે અનુભવી રહ્યા છે. કહેવાની મતલબ એ કે નારકીમાં રહેલા છ નારકીનું આયુષ્ય અને અશાતા વેદનીય આદિ કર્મોના ઉદયથી ભેગવતા દુખે અશાતાએ ભોગવે તે બને ભાવ નારક ગણી શકાય.
ત્યાં વેદના કેવા પ્રકારની હોય તે વેદનાનું યથાર્થ સ્વરૂપ તે અહીં તેવી ઉપમા આપવા લાયક પદાર્થો ન હોવાથી કેવળજ્ઞાનીએ પણ સમજાવી ન શકે. છતાં દેવતાઓ પણ જે વેદનાને પ્રતિકાર (શાંત કરવાને ઉપાય) કરી શકતા નથી. તેવી તીવ્ર, ગાઢ, શીત અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com