________________
[૨૦].
શ્રીઅમેઘ-દેશના-સંગ્રહ. માટે આવેશ આવે છે! અડિ છોકરાને પૂછો કેઃ “જીવ કેને કહે?” અને તે કહે કે: હાલે ચાલે તે જીવ” તે તમને કાંઈ થાય છે ! ત્રસ વિનાના બીજામાં જેમનું બાળક જીવ ન માને? જેના બચ્ચામાં શું આ સંસ્કાર ? હાલે ચાલે તે ત્રસ જીવ એમ કહેવાય.
જીવતા જીવનું શરીર પણ શરીર, અને મડદું તે પણ શરીર તે કહેવાય, પણ એમાં જીવની હાજરી તથા ગેરહાજરીને ફરક છે. શરીર માત્ર જીવનાં જ કરાયેલાં છે. ચાહે પિત્તલ, સોનું, માટી, કથીર ગમે તે ત્યાં પણ તે તમામ શરીરે જીવનાં જ છે. આ ખ્યાલ શું મોટાઓને પણ આવ્યું છે ? ‘હાલે ચાલે તે જીવ’ કહીએ તે સ્થાવર આ જ ગેપ! સોયની શાહુકારી અને ગઠડીની ચેરી! મૂઠી ભર ત્રણને જીવ માનવા અને સ્થાવરના અનંતાનંત જીવને ગણત્રીમાં જ ન લેવા ?
શ્રીસિદ્ધસેનજી દિવાકરે કહ્યું કે, એ છ એ કાયમાં છ મનાય તેજ સાચી શ્રદ્ધા. તેજ સમ્યકત્વ મનાય. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાઉકાય, અને વનસ્પતિકાયમાં જીવ, સર્વજ્ઞનાં વચન વિના મનાય તેમ નથી. સર્વસનાં વચનથી જ છએ કાયમાં જીવ મનાય, અને આ છએ કાયમાં જીવ મનાય તેજ શ્રદ્ધા, તેજ સમ્યકત્વ. જે પગલે ગ્રહણ કરવામાં આવે છે તેને એકેન્દ્રિય જીવે તે રૂપે પરિણુમાવે છે. જે જલને વૃક્ષ, વૃક્ષરૂપે પરિણામાવે છે તે જ જલને મનુષ્ય, મનુષ્યપણાને યોગ્ય રૂપે પરિણુમાવે છે. જીવ કર્મોદયાનુસાર પુદગલે ગ્રહણ કરે છે. આંધળે ખાનપાન કરે છે, પણ ચક્ષુદર્શનાવરણીય કર્મોદયે, નિર્માણ નામ કર્મના અભાવથી તે ખાનપાનને ચક્ષુઈન્દ્રિયપણે પરિણુમાવી શકતા નથી. નાનપણમાં વાગેલું જુવાનીમાં ન જણાય પણ ઘડપણમાં તે સાલેજ!
ગ્રહણ કરાયેલાં પુદ્ગલેથી, પરિણમાનુસાર પરિણતિ થાય છે. મન, વચન, કાયાના યોગે જેવા પુદ્ગલે લેવાય છે, તેવું પરિણમન થાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને વેગ આ ચારને અંગે જેવી પરિણતિ હોય તેવાં પુદ્ગલેને જીવ પરિણુમાવે છે. જયારે તે કર્મો ઉદયમાં આવે છે ત્યારે ભેગવવાં પડે છે. દુનિયામાં કાંધાની રકમ પ્રમાણે મુદત હેય છે. પાંચ હજારનું લેણું હોય તેમાં મહિને બબ્બે રૂપીઆ કાંધું ઠરાવ ખરા ? પચીશનું પણ કાંધું, સોનું પણ કાંધું, હજારનું પણ કાંધું. કાંધા કાંધામાં ફરક તે ખરાને ! ભારે કર્મનું આંતરૂં પણ ભારે હેય. એક કડાકોડી સાગરોપમે સો વર્ષનું આંતરૂં હેય. એક માણસને નાનપણમાં વાગ્યું પછી મટી ગયું, જુવાનીમાં ન જણાયું અને ઘડપણમાં પાછું કળતર થવાથી દુઃખવા માંડયું, શાથી? દેખાવમાં સેજો વગેરે કાંઈ નથી કે જેથી વૈદ્ય કાંઈ અનુમાન કરે. એક જ વાતનું અનુમાન થાય છે કે નાનપણમાં વાગ્યું હોય તે જુવાની વખતે જુવાનીના લેહીના જરમાં ન જણાયું પણ વૃદ્ધાવસ્થામાં જણાયું. આજ દાખલે ધ્યાનમાં લઈને વિચારી લે કે પ્રથમનાં બંધાયેલાં કર્મોને વિપાક બલત્તર હોય તે વખતે પછીનાં બંધાયેલાં કર્મોના વિપાકનું જેર કયાંથી ચાલે?, એ કર્મો પણ પછી ઉદયમાં તે આવવાનાં જ અને ભેગવવા પડવાનાં જ છે. આ રીતે પુદગલ પરિણામને વિચારીને, અને પરિશીલન કરીને આત્મકલ્યાણના માર્ગે જેઓ જોડાશે તેઓ આ ભવ.પરભવમાં ઉત્તરોઉત્તર સારાં સગાદિ પામીને પરમપદના ભકતા બનશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com