________________
[૨૪]
નારી ગતિ અને
કાન હેાઠ નાક હાથ પગ દાંત સ્તન ગુઢ્ઢા સાથળ વિગેરેનું છેદન ભેદન કરી નાખે છે. વળી કુભિ નામના નરકપાળો લેાઢાની સાંકડા મુખવાળી કુભિએમાં તેમજ લેઢાના કડાયામાં અને લેઢી ઉપર નારકને રાંધી નાખે છે. તેમજ તાલુકા નામના પરમાધામીએ અશરણુ એવા નારકાને તપેલી રેતીથી ભરેલા ભાજનમાં નાખી ચણા તડતા ભુંજાય તેમ ભુંજે છે. સડક બનાવવા માટે અણીયાલી કાંકરેટ જેવી કાંકરી હાય તેના ઉપર આકાશમાં ઉછાળી પટકાવે.
નામના પરમા
વળી વૈતરણી નામના નરકપાલે વૈતરણી નદી તૈયાર કરે. નદીમાં પરૂ લેાહી વાળ હાડકાં વહેતા હોવાથી, ભયકર અને કલકલ કરતા જળ પ્રવાહમાં વળી ખારૂં ઉષ્ણુ પાણી હાવાથી બિભત્સ દેખાવવાળી વૈતરણી નદીમાં નારકને વહેવડાવે છે. ખરસ્વર ધામીએ રાંકડા નારકી જીવાને કરવત વડે તેમજ વાંસલાથી પરશુથી કુહાડીથી ચીરવું. વેરવુ કાપવુ છે.લવુ ઇત્યાદિક દ્વારા ગાઢ વેદનાઓ આપે છે. વળી વજ્રમય ભીષણ કાંટાવાળા શામલી વૃક્ષ ઉપર રાળ કરી રહ્યો હોય તેમ ચડાવે ઉતારે, વળી ઉપરથી કાંટાથી છેલાતા શરીરે નીચે ખેંચી કાઢે. મહાધેાષ નામના લેાકપાળે ભવનપતિ દેવલેાકના સુરાધમે જેમ સિંહના શબ્દ સાંભળી નાસ ભાગ કરતાં મૃગલાએ દોડી જતાં હોય, તેને પીડા ઉપજાવવા માટે ચારે બાજુથી ઘેરી લઇ, પકડી પાડી, વધસ્થાને લઇ જવામાં આવે, તેમ નારકીઓને પણ આ દેવતાએ વધસ્થાન તરફ ઘસડી જાય છે.
જે કોઇ મનુષ્ય જીવેાના સહાર આરંભ સમારંભ થાય તેવા કારખાનાએ ચલાવે, મેાટા યુદ્ધો લડે, મહા પરિગ્રહ સધરે, પંચેન્દ્રિય જીવના વધ કરે, માંસ ભક્ષણ કરે, એવીજ મહા પાપવાળી ક્રિયા કરે. ઉત્કૃટ રાગ દ્વેષ કરનાર, અસયમ પૂર્ણાંકનું જીવન નભાવનાર, પાપ કર્મીના કારણભૂત ક્રિયાઓ આચરનાર, જીવાને ભયેાત્પાદક હિંસા જુઠ મેાટી ચોરી આદિ મહાપાપ કર્મ કરનાર, આત્માઓ તીવ્ર પાપના ઉદયવાળા અત્યંત ભયાનક અતિશય અ ંધકારમય જયાં આગળ આંખથી તે કાંઈ દેખી શકાયજ નહિં, માત્ર અવધિ કે વિભગ જ્ઞાનથી ઘુવડ દીવસે જેમ અતિમ મદદેખે, તેમ દેખી શકે. તે પણ પરિમિત ક્ષેત્ર જાણે અને દેખે, એવી નારકીમાં ઉપરોકત પાપાચરણ કરનાર ઉપજે છે. ભોગોને નાડનાર આત્મા ખેરના અંગારાના અગ્નિ કરતાં અનતગુણુ આકરા તાપવાળી નારકીમાં અનેક પ્રકારની વિડંબના ભોગવે છે. પરમાધામીએ નારકજીવની છાતી ઉપર ચડીને લોહીની ઉલટીઓ કરાવે છે. તેમજ કરવતથી શરીરના બે ટુકડા કરી નાંખે છે. ઘાણીમાં ઘાલીને તલ માફક પીલીને આંતરડા બહાર કાઢે છે. તે વખતે અતિશય આક્રંદનના શબ્દોથી દિશામડળ પણ પુરાઇ જાય છે. હાડકાનો સમુહ ઉંચો ઉછળે છે. ન સાંભળી શકાય તેવા શબ્દો કરતી ગાઢ અંધકાર અતિ દુર્ગંધી તેમજ ભેદાયેલા હાથ પગથી મિશ્રિત રૂધિર ચરબી છે જેમાં, એવા દુધ પ્રવાહવાળી નદીમાં વહેવડાવે છે. નિર્દયતા પૂર્વક ગીધની ચાંચથી પીડા પમાડે છે. તપેલા દૃઢ સાધુસાથી પકડીને જીભ બહાર ખેંચી કાઢે છે. કેટલાકને ઉંધે મસ્તકે ઉંચે લટકાવી નીચે અગ્નિ સળગાવે છે. તીક્ષ્ણ અંકુશની અણી જેવાં કાંટાવાળા વૃક્ષેા ઉપર ચડાવી ઉતારી જર્જરિત અને ઉજરડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com